Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વિશ્વદર્શન
વિશ્વદર્શન
★★★★★

© Heena Modi

Others

1 Minutes   13.4K    5


Content Ranking

એક સાંજે –
 
સાત વર્ષના મારા દીકરાએ,
એના ખભા કરતાં લગભગ ડબલ સાઈઝની
સ્કૂલબેગ ખભેથી ઉતારતાં મને પૂછ્યું –
મમ્મી ! તને ‘ફેઈસ રીડિંગ’ આવડે ?
હું જરા ચોકીં ...
પછી સ્વસ્થ થઈ મૈં પૂછ્યું,
‘ફેઈસ રીડિંગ’ એટલે શું ?
 
એ બોલ્યો –
 
જો હું તને શીખવું.
હું એને એકીટશે જોતી રહી...
એ સડસડાટ બોલવા માંડ્યો,
આપણે જેની સાથે વાતો કરતા હોઈએ
એનો ફેઈસ જોવાનો, એની આઈઝ જોવાની.
તેથી આપણને ખબર પડે કે –
તે આપણો ફ્રેન્ડ છે કે એનિમિ?
 
હું ચૂપચાપ એની ભોળી આંખો જોતી રહી.
મને એની ભોળી, કુતૂહલભરી આંખોમાં
અનેક પ્રશ્નોના ખડકલા દેખાયા;
મને, એ
ખીણમાં પ્રશ્નોના ઉત્તરો ખણતો અનુભવાયો.
 
આ વિરલ ક્ષણે –
મને મારા ‘કનૈયા’ ની આંખોમાં
‘વિશ્વદર્શન’ની અનુભતિ થઈ ગઈ.

ઈશ્વર

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..