સાથે - સંગાથે
સાથે - સંગાથે
1 min
6.6K
સામે આવતા અડચણો સાથે,
મારે ઘરોબો છે તકલીફો સાથે.
બધા ક્યાં સુધી સાથે રહેશે,
લડી લઈશું હવે એકલે હાથે.
બીજા કોઈની શી જરૂર આપણે,
જયારે છીએ એકમેકની સંગાથે.
એનું આયોજન પણ જબરૂ છે,
પ્રેમ સાથે મુશ્કેલી મફત આપે.
આખરી આશને કાંઈ ખાસ છે,
કહો એને કોઈ મને દર્શન આપે.