STORYMIRROR

Himanshu Mecwan

Others

3  

Himanshu Mecwan

Others

માનું તારીખિયું

માનું તારીખિયું

1 min
14.2K


ક્યાં રજા કે ક્યાં રવિવાર રાખે છે, 
તારીખિયાંમાં એના સોમવાર રાખે છે.

કૈંક અને કેટલું મનમાં દબાવી દઈ,
સમાજ સામે મૌનનો વહેવાર રાખે છે. 

શું હોય હોળી ને કેવી દિવાળી,
હિસ્સે એના ક્યાં કોઈ તહેવાર રાખે છે ?

થોડામાં બહુ બધું સાચવી લઈ,
બધા દર્દની એ સાથે સારવાર રાખે છે. 

કોઈ પણ લોભ કે લાલચ વિના,
પ્રેમ આપણાં પર પારાવાર રાખે.


સામગ્રીને રેટ આપો
લોગિન