STORYMIRROR

Himanshu Mecwan

Others

2  

Himanshu Mecwan

Others

એવું પણ બને.

એવું પણ બને.

1 min
14.3K


અમાસે ઉજાસ અનુભવાય એવું પણ બને,
દરવાજે દર્શન તારા થાય એવું પણ બને.

કોઈ એક એવો પણ સમય આવે જીવનમાં,
મને મૌન તારું જ સંભળાય એવું પણ બને.

અલગ છે દુનિયા ને અલગ દુનિયાદારી,
કોરો કાગળ અહીં વંચાય એવું પણ બને.

નામ મારું જાહેરમાં આવતા અમસ્તા જ,
અચાનક તું જાય શરમાઈ એવું પણ બને.

લાશને સ્મશાને લઈ જતાં આવે એનું ઘર,
ને અમથી જાય જકડાઈ એવું પણ બને.


Rate this content
Log in