STORYMIRROR

Himanshu Mecwan

Others

2  

Himanshu Mecwan

Others

યાદ તારી

યાદ તારી

1 min
13.9K


હૃદયને મારા હંમેશા રાખે છે ઝંઝોળી
યાદ તારી મારી સાથે રોજ રમે છે હોળી

જાણે આવું ક્યાંથી આવી છે શીખીને
દિલના બારણે કેવી સુંદર રચાવે રંગોળી

સાચી દિશામા હતાં અને મકકમ પણ
વાક્પ્રહારે તારા મને નાખ્યો છે ફંગોળી

સાચે આપણે સમીપ હતા કે વહેમમાં
બંને વચ્ચે સબંધોની આમ થાય હોળી?

ઉદાસીના ઉત્સવનો અલગ જ માહોલ
ગુલાલ નહીં મારા ભાગે રંગ રાખોળી

 
 


સામગ્રીને રેટ આપો
લોગિન