STORYMIRROR

Himanshu Mecwan

Others

3  

Himanshu Mecwan

Others

માનવી પડે;

માનવી પડે;

1 min
27.6K


વાત બધી મનાવવાં,વાત બધી માનવી પડે;
જાણતાં દુનિયાને પે’લા,જાતને જાણવી પડે,

લૈ બધાં ખુલાસાઓને,ગામની વચ્ચે શું કરશો!
સત્વ જાણવા માટે,જાતને સમક્ષ આનવી પડે!

એય હવે થાક્યો છે,વર્ષોથી ત્યાં દટાઈને
યોગ્ય દેખાય તો હાથ જો,હીરો ખાણથી આવી પડે!

તારા વગર દિવસો બસ તારીખો બદલાય છે;
આવને અલમસ્ત થઈ,જન્મારો શરમાઈ પડે,

હા, છું ને તારી યાદો ભરપૂર છે;
વેઠું છું એ વેદના વસંતે ફૂલ કરમાઈ પડે;

એ ઈમારતનો મુખ્ય સ્તંભ રહી ચૂક્યો છે;
જેને નામે આજે ઈમારત જગમાં ચર્ચાઇ પડે;

આમ અમથા નાનાં ને મોટાંના ભેદ મૂકી દો;
શક્ય છે નદીને પામવા આખો સાગર ખર્ચાઈ પડે


Rate this content
Log in