સત્ય સામે
સત્ય સામે
1 min
2.6K
આમ તેમ ના જો આંખો મિલાવ,
દરવાજો છે જ ને બારી ના ખખડાવ.
અંદરથી આમ પણ બહુ દુઃખી છું,
બસ છોડ હવે આંખેથી ના રડાવ.
મારી બધી વાતો તો જગજાહેર છે,
અંદરની તારી ઈચ્છાઓ સંભળાવ.
બધાની સામે ખૂબ ભીડી છે બાથ તે;
પોતાની જાતને સત્ય સાથે ભીડાવ.
અડધું થયું છે આમ ક્યાં થાકી ગયા,
મજાનું છે જીવન અમથું અકળાવ.
છે ખુશી તારી અંદર જ તપાસ્યું નથી;
નાહકની આમ જાત બહાર ના રખડાવ.
