તપની ૠતુ
તપની ૠતુ
1 min
13.4K
આજથી શરૂ થતી ઋતુ તપની,
સ્વની ખોજ અને મનોમંથનની.
રાખ છે ને રાખમાં જવાનું છે;
પછી ચિંતા શું આટલી જીવનની.
આપ્યા છે દાંતતો ખાવાનું પણ દેશે.
પંખીઓને નથી ચિંતા ચણની.
આખરે ત્યાંજ હિસાબ થવાનો છે.
થોડી તૈયારી કરીએ જીવન પછીની.
ઉદાહરણતો આપ્યું એટલું વેઠીને;
નજદીક જઈએ થોડું વધુ ઈસુની.
