STORYMIRROR

Himanshu Mecwan

Others

2  

Himanshu Mecwan

Others

ક્યાંથી શીખ્યા છો

ક્યાંથી શીખ્યા છો

1 min
2.4K


અંદરથી ઓગાળવાનું ક્યાંથી શીખ્યા છો?
પાણીને પલાળવાનું ક્યાંથી શીખ્યા છો?

લાશ છે ત્યાં સુધી સમજી પણ શકાય
રાખને બાળવાનું ક્યાંથી શીખ્યા છો?

પ્રેમ ગંગા છે વહેશે અવિરત ને કાયમ
ઊંધું પાણી વાળવાનું ક્યાંથી શીખ્યા છો!

બસ હવે તમારા વગર કોઈ ઉપાય નથી
આશિકોને પંપાળવાનું ક્યાંથી શીખ્યા છો?

છો તમે જ દોષિત આ કત્લેઆમના
નીચી નજરે ભાળવાનું ક્યાંથી શીખ્યા છો?


સામગ્રીને રેટ આપો
લોગિન