Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Jogi

Others

3  

Mukesh Jogi

Others

શું, કહો ?

શું, કહો ?

1 min
6.6K


હાથમાથી આ સરે છે શું, કહો ?

આંખમા એની તરે છે શું, કહો ?


હું અહીં છું બિંબ પણ તો છે અહીં,

રાતદિન ત્યા આ ફરે છે શું, કહો ?


વાયદો છે રોજ મળવા આવીશું,

કોક પૂછો એ કરે છે શું, કહો ?


હું વિખૂટો પાડુ મારાથી મને,

તો ય મારામા ઘરે છે શું, કહો ?


થઈ ગયાં છે ખાખ સઘળાં ઝાડવા,

ગુંદ જેવું આ ઝરે છે શું, કહો ?


સાથ જો આપી શકે તો આપજે

ઠોકરે દુનિયા, ડરે છે શું, કહો ?


વાત 'જોગી' જીવવાની હું કરું

રોજ ભીતર આ મરે છે, શું કહો ?


Rate this content
Log in