કંકુ પગલાં
કંકુ પગલાં
થપ્પો થપ્પો રમતી મમ્મી-પપ્પાની દીકરી,
કંકુનો થાપો દઇ ગઇ,
અહીંયા કરી કંકુના થાપા,
ત્યાં કંકુના પગલાં ભરવા ગઈ.
ચાંદ સમ દીકરી બની ગઇ,
એના સુહાગના કંકુનો ચાંદલો,
અમારો માર્ગ કરી સુનો,
સુહાગના માંગની સીંદુર થઇ ગઈ.
થપ્પો આપ્યો કંકુના થાપાનો,
થઇ ગઈ અમારાથી બહુ દૂર,
કાળજા કેરો કટકો બની ગઈ,
સુહાગની આંખોનું નૂર.
ચાંદ સમ દીકરી બની ગઈ,
એના સુહાગના કંકુનો ચાંદલો,
કંકુના થાપામાં હવે સંભળાય છે,
માત્ર "આવજો"ના સૂર.
"કન્યા વિદાય"નું નિભાવવું પડે છે,
દુનિયા કેરુ દસ્તૂર,
કાળજા કેરા કટકાના કંકુ થાપા,
જોઈને રોતું રહેશે ઉર.
ચાંદ સમ દીકરી બની ગઈ,
એના સુહાગના કંકુનો ચાંદલો,
સુખી કરીને સુખી થશે,
દીકરી છે અમારુ ગરૂર.