Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
  વાદળ વરસતાં થૈ ગયાં
વાદળ વરસતાં થૈ ગયાં
★★★★★

© Sandip Patel"kasak"

Others

1 Minutes   1.2K    1


Content Ranking

કવિતા ઈ તું

 

 

ખુદ ખુદા બક્ષે નજાકત નેણ હરખતાં થૈ ગયાં,
જ્યાં કરી સરખામણી તન આ ઉતરતાં થૈ ગયાં.

ચાહવા લાગ્યો છું દીવાનો બનીને જ્યારથી,
ને ખબર ના રૈ  નયન ક્યારે ભટકતાં થૈ ગયાં

સ્પર્શ એવો તો અનાયાસે થયો જ્યાં ગાલ પર,
ત્યાં હ્દયમાંથી પ્રણય મોજાં ઊછળતાં થૈ ગયાં.

ગાઢ બન્યો પ્રેમનો અવસર અમારા સંગમાં,
ત્યાં વદન જાણે વદન સાથે મુલવતાં થૈ ગયાં.

છે મિલન આજે "કસક"ને"કાસ"નું એકાંતમાં,
પ્રેમના સાક્ષી બની વાદળ વરસતાં થૈ ગયાં.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..