યાદ તમારી
યાદ તમારી
1 min
13.7K
યાદ તમારી તાજી થઈ ગઈ,
સહરામાં વનરાજી થઈ ગઈ.
દિલ જાતે વેચાવા નીકળ્યું,
આંખોની હરરાજી થઈ ગઈ.
બોલો.. બોલો.. કંઈ તો બોલો
એવી શું નારાજી થઇ ગઈ?
હાથ પકડ્યો એનો ત્યાં તો
દુનિયા આખી કાજી થઈ ગઈ!
ઇચ્છા ધબ-ધબ નીચે ઊતરી,
આબુથી અંબાજી થઇ ગઈ !
ગીતોમાંથી ગઝલો ફૂટી,
લ્યો, સાળી જીજાજી થઈ ગઈ !
એણે એક જ પત્તુ ફેંક્યું,
મારી આખી બાજી થઈ ગઈ!
દીકરા માટે માગું આવ્યું,
મમ્મી રાજી-રાજી થઈ ગઈ.
આ તે કેવું શૂરાતન કે
બીડી પણ શિવાજી થઈ ગઈ!
‘નિનાદ’ ગઝલો લખવી એ તો,
ઘર-ઘરની ધોરાજી થઈ ગઈ