Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Modi

Others

3  

Heena Modi

Others

દિશાશૂન્ય

દિશાશૂન્ય

1 min
6.8K


ક્યાં છું સક્ષમ હું પૂજવા માટે,
શબ્દ શોધું છું પ્રાર્થના માટે.

તારી સ્તુતિ તો મર્મભેદી છે,
ટળવળું મર્મ જાણવા માટે.

તારી સૃષ્ટિ વિશાળ કેવી છે !
જીવ ભટકે છે થોભવા માટે.

તારા ઈજનની રાહ જોઉં છું,
તારે દરવાજે આવવા માટે.

ગીત ગાવાં છે તારે માટે, પણ;
સૂર ક્યાં છે આલાપવા માટે.


Rate this content
Log in