તારાં તનનાં તાપ ટાંળવાં શિવને શરણે જા,
તારા મનસંતાપ વિદારવા શિવને શરણે જા,
છે અવઢરદાની આશુતોષ ભાવ થકી રીઝે,
અવળાં લેખને બદલવા શિવને શરણે જા,
જન્મોજન્મનાં પુણ્યે શિવભક્તિ મળતી,
તારાં મનોરથોને પૂરવાં શિવને શરણે જા,
નાથ ભોળાને નીલકંઠ ભક્ત વત્સલ ભારી,
સાત જન્મ પાપ બાળવાં શિવને શરણે જા,
માગ્યાં વિના દેનારાં દાતાં ખાલી ન કોઈ જાતું,
તારાં ચોરાસીને નિવારવાં શિવને શરણે જા.