Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Modi

Others

3  

Heena Modi

Others

યાચના

યાચના

1 min
13.6K


હે દાતા!
બે સંતાનોની માતા બન્યા પછી;
આહલાદક આનંદની છોળોમાં,
ક્યાંક...
ગભરું બની જાઉં છું.
કહેવાતાં ‘જનરેશન ગેપ’ માં-
ક્યાંક પારેવાની જેમ ફફડી ઊઠું,
તે પહેલાં...
હે અધિષ્ઠતા !
અપાર પ્રેમ , કરુણા, મમતાથી ઠસોઠસ
મારાં માતૃહ્રદયમાં ધૈર્ય ભરી દે.
હું પ્રેરણાનાં ભંડારના દર્શન કરાવું,
તે પહેલાં...
મારાં બાળકોની નાનકડી આંખોમાં-
દ્રષ્ટિકોણ રચી દે.
જેથી-
મારી વાતો બકવાશ ન લાગે,
મારાં બાળકોને હરણફાળ હરિફાઇઓમાં-
હડસેલવું પડે એ આજના યુગની નિતિ છે.
પરંતુ,
એ પહેલાં...
હે શક્તિનાં સ્ત્રોત !
મારાં બાળકોની નાની-નાની પગલીમાં...
અખૂટ જોમ, ઉત્સાહ અને સાચી દિશા ભરી દે.
જેથી...
આ સુંદર જીવનનો મહિમા જાળવી શકે,
આજના સમયની આ જ રીતિ છે.
એવું-
મારાં નિર્દોષ સંતાનોને સમજાવી દે,
તારાં મક્કમ સાથની કૃપા વરસાવી દે.
હે અંતર્યામી !
એક નારી તરીકે હર ક્ષણ કસોટી આપવી
એ મારું કર્મ અને ધર્મ છે.
પહેલાં...
દીકરી
પછી...
વહું અને પત્ની.
તારી કૃપાથી દરેક કસોટીઓમાંથી પાર ઉતરી.
પરંતુ...
હવે...
આવનારી અગ્નિપરીક્ષા-
એક સફળ માતા...
હર પલ…
હેમખેમ...
પાર ઊતરું એ માટે-
ધૈર્ય, દીર્ધદ્રષ્ટી, સહનશીલતા, કાર્યશીલતા
તેમજ-
ક્યારેક પણ-
મારાં કર્તવ્યમાં ઊણી ન ઊતરું
એથી-
અપાર શક્તિ અને અખૂટ સ્નેહનો ભંડાર
જીવનપર્યત બક્ષજે.


Rate this content
Log in