પ્રેમમાં પાંખો નથી હોતી
પ્રેમમાં પાંખો નથી હોતી
1 min
6.8K
એમની ઝૂલ્ફોમાં મહેંદી ન્હાય છે,
રંગ અહીં મારા હૃદયમાં થાય છે.
આંખ એની જોઈ ત્યારે જાણ થઈ,
આંખ કેવી આંખને કહેવાય છે!
ગાલમાં એના જરા ખાડા પડે,
મારા હોઠે સિસકારા વાય છે.
કાનના એરિંગ લોલક લાગતાં,
હસતાં હોઠોમાં સમય દેખાય છે.
એમનાં રંગીન નખને જોઉં ને,
મારી આંખે મેઘધનુષ સર્જાય છે.
ઝાંઝરા રૂપાળી પાનીને અડે,
ચાંદ સાથે વાદળાં અથડાય છે.
પ્રેમમાં પાંખો નથી હોતી 'નિનાદ',
પ્રેમમાં બે હાથથી ઉડાય છે.