નવા વરસ,
નવા વરસ,
1 min
13.5K
નવી દિશા, નવો સૂરજ ઉગાડજે નવા વરસ,
*નવી તરસ, નવોજ રસ જગાડજે નવા વરસ!
અશક્ય નામે શબ્દની તું બાદબાકીઓ કરી,
તું શક્યતાની બારીઓ ઉઘાડજે નવા વરસ.
ધનિકની સાઇકલિંગથી ઈંધણ બચે છે એટલું-
ગરીબની રોટલીમાં ઘી લગાડજે નવા વરસ!
તું મજબૂરી રૂપી એ ચર્મનો ખયાલ રાખજે,
સમયનો ઢોલ ધીમેથી વગાડજે નવા વરસ.
બધાંના હિતમાં સદા બધાંનું હિત રાખજે,
બધાંને સારા દિવસો દેખાડજે નવા વરસ!
જીવનનું ગીત છેડીને 'નિનાદ' જો રડી પડે,
ઘડીક સૂર તું જરા ઉપાડજે નવા વરસ