Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કહી દે ને ઓ રાધારાણી શીદને તું રીસાણી?
કહી દે ને ઓ રાધારાણી શીદને તું રીસાણી?
★★★★★

© Narendra Chauhan

Others

1 Minutes   6.6K    1


Content Ranking

કહી દે ને ઓ રાધારાણી શીદને તું રીસાણી?

મારા તો તન-મન-હૈયામાં તું જ તું સમાણી.

 

રાત-દિ' વેરણ વેણુને હોઠે તું વડગાડે,

છે વા'લી મુજથી તુજને એ, હૈયું છે દઝાડે,

રે'વા દે ઓ કા'ના કાળા હું નથી હવે અજાણી.

 

કહી દે ને ઓ રાધારાણી...

 

જો આજે આ રાત નિરાળી, ખીલ્યો ચંદ્ર આકાશે,

ઓરી આવે તો ગોરી બીજ મટી પૂનમ થાશે,

રાસે રમીએ ભૂલી સઘળું કરીએ ઉજાણી.

 

કહી દે ને ઓ રાધારાણી...

 

નહિ આવું હવે વનમાળી વેણુ પાસે જા'જે,

લટકા કરજે, રાસ લે'જે, ગીતડાય ગા'જે,

લુચ્ચા તારા લોચનીયે ફોગટ હું ભરમાણી.

 

કહી દે ને ઓ રાધારાણી...

 

                                                                                                                              

ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..