Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Jogi

Others

3  

Mukesh Jogi

Others

ખેલ તારા

ખેલ તારા

1 min
13.7K


ખેલ તારાં બધા બતાવી દે,

સાપ ઈચ્છા છે મન મદારી દે,


રક્તરંજિત હતી કલમ તો શું ?

ફૂલશી મહેકતી કટારી દે,


આશરો વ્યોમ ક્યાં શકે આપી,

બેસવા પ્રેમની અટારી દે,


પારખે પાપ પૂણ્ય જે સધળાં,

એક એવી ઈમાનદારી દે,


ચાલે જે સડસડાટ ના થંભે,

તું સફળતાની એ ફરારી દે,


આવશે આંગણે ગઝલ થઈને,

શબ્દશાહીની આ સવારી દે,


કર્મ "જોગી" નિભાવે નિષ્ઠાથી,

ઈશ એવી જવાબદારી દે.


Rate this content
Log in