Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Modi

Others

3  

Heena Modi

Others

હે વીણાવાદિની...

હે વીણાવાદિની...

1 min
13.2K


હે વીણાવાદિની, મયુરવાહિની,
તું જ જગમાં તારણહારિની;
ધવલા વસ્ત્રધારિણી,
વંદુ તુજને શીશ નમાવી.
હે વીણાવાદિની...

બ્રહ્માના કમંડલમાંથી પ્રગટી,
વસંતપંચમીના દિને જન્મી;
થઈ તું ગંગાની જન્મોત્રી,
કૃપા વરસાવી ૠષિઓ ઉપર ને,
સંસ્કૃતિ પ્રાંગરી.
હે વીણાવાદિની...

જ્ઞાનીઓની આદ્યદેવી,
તું લક્ષ્મીજીની પ્રિય સહેલી;
દીપ જ્ઞાનનાં પ્રગટાવી,
અંધારું મીટાવે જગમાંથી.
હે વીણાવાદિની...

કંઠે વસનારી તું મધુરી,
સુવાસ જ્ઞાનની ફેલાવી;
જ્ઞાનની ધારા વહેવડાવી અવનિમહીં,
જગમાં કરે ન્યાલ તારી અમૃત વાણી.
હે વીણાવાદિની...

સંગીતના સૂર રેલાવનારી તું,
આલાપમાં લય કરનારી તું;
ગીત ગુંજાવનારી અખિલ બ્રહ્માંડ તું,
ને, તા-તા થૈ નૃત્ય નચાવનારી સર્વ સૃષ્ટિમાં તું.
હે વીણાવાદિની...


Rate this content
Log in