STORYMIRROR

sonu sonanu

Others

4  

sonu sonanu

Others

ચાલો સૌ સૈયર ગરબે રમીએ

ચાલો સૌ સૈયર ગરબે રમીએ

1 min
304

આવી નોરતાની અજવાળી રાત,

હે મે તો ચીતરાવી ગરબે રૂડી ભાત,

ચાલો સૌ સૈયર ગરબે રમીએ........


રૂમઝૂમ પધારે મારી જગદંબા માત,

હું ઠાલવી દઉં મારાં અંતરની વાત,

ચાલો સૌ સૈયર ગરબે રમીએ........


તારાં સંગાથથી માડી ના આવે ઘાત,

તારા દરબારે ના કોઈ ભેદ નાત-જાત,

ચાલો સૌ સૈયર ગરબે રમીએ.........


બાળુડા અમે તારા અબૂધ અજ્ઞાત,

હરી લેજે માડી અમારા સૌ આઘાત,

ચાલો સૌ સૈયર ગરબે રમીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન