Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

4  

Ninad Adhyaru

Others

જીવનનું બારણું

જીવનનું બારણું

1 min
13.5K


ખોલી જ્યાં જોયું જીવનનું બારણું,
ઓરડા અંદરથી નીકળ્યું આંગણું !

દુઃખ મળ્યું તો સાવ ગભરુ ગાભણું,
સુખ મળ્યું તો એય પીટ્યું વાંઝણું !

ઝંખનાને જો જરા ઝીણી કરો,
દોરડું પણ લાગવાનું તાતણું !

આપના માટે હશે બે-ચાર ક્ષણ,
મારે મન તો કાયમી સંભારણું !

એમ અંબોડો આ શોભે જેમ કે:
ચાંદનીની બાટલી પર ઢાકણું !

એટલે ટાંગી છે મેં માની છબી,
રોજ મળતું રહે મને ઓવારણું.

ગાય છે સંજોગ હાલરડાં 'નિનાદ',
ને સમય સૂતો છે બાંધી પારણું !


Rate this content
Log in