Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiranjogidas Oghani

Others

2  

Kiranjogidas Oghani

Others

આપો મને

આપો મને

1 min
6.9K


આભમાં ઉડવા ફલક આપો મને
પામવા મંઝિલ સડક આપો મને
 
હાર માનીને હવે ના બેસવું
એ ઈરાદામાં કસક આપો મને
 
ક્યાં કહું છુ દર્શ આપો સામટા
બસ જરા અમથી ઝલક આપો મને
 
ફૂલ ના આપો ભલે મુજ હાથમાં
બસ જરા એની મહેક આપો
 
સત્યને ખાતર કરી લો સો ગુના
એ પછી છોને નરક આપો મને
 
ઢાલ ખાલી રાખવાથી શું વળે?
શબ્દના ભાલા કડક આપો મને
 
હાજરી મારી કરે "રોશન" તને
આંખમા બસ એ ફરક આપો મને


Rate this content
Log in