STORYMIRROR

Dr.Milind Tapodhan

Others

4  

Dr.Milind Tapodhan

Others

ગઝલ છે કવિની રચના કે કવિ ગઝલની ?

ગઝલ છે કવિની રચના કે કવિ ગઝલની ?

1 min
565

વિચાર હું કરું છું લેખનનો કે વિચારે છે લેખન મને ?

કલાકો વીતી ગયા છે, બસ આ જ વિચારતાં વિચારતાં,


શબ્દો હું ગોઠવું છું કે ગોઠવે છે શબ્દો મને ?

દિવસો વીતી ગયા છે, બસ આ જ વિચારતાં વિચારતાં,


પંક્તિ હું રચું છું કે રચનાકાર છે તે મારી ?

વર્ષો વીતી ગયા છે, બસ આ જ વિચારતાં વિચારતાં,


પ્રાસ હું શોધું છું કે પ્રાસને શોધ છે મારી ?

દાયકો નીકળી ગયો, બસ આ જ વિચારતાં વિચારતાં,


ગઝલથી અભિવ્યક્ત થાઉં છું હું કે ગઝલ મારાંથી ?

જીંદગી નીકળી જશે આખી કદાચ, આ જ વિચારતાં વિચારતાં.


Rate this content
Log in