Ninad Adhyaru

Others


3  

Ninad Adhyaru

Others


યાદ છે તને ?

યાદ છે તને ?

1 min 13.9K 1 min 13.9K

યાદ છે તને ?

એ દિવસે તેં
તારા પપ્પાનો જૂનો શર્ટ
ઘરમાં પહેર્યો હતો
અને મેં 
મારી મમ્મીની જૂની બાંધણીમાંથી 
સીવડાવેલો શર્ટ!

- ત્યારે મારામાં જાણે કે
એક મેઘધનુષ્ય આરપાર થઇ ગયેલું
અને
તું શરમની મારી થઇ ગયેલી અસ્સલ
તારા પપ્પાના શર્ટ જેવી
ઑફ વ્હાઇટ!

હજુ પણ એ પળ યાદ આવે છે ત્યારે
હું તારામાં એક મેઘધનુષ્ય શોધ્યાં કરું છું
સા . .વ
ઑફ વ્હાઇટ બનીને .! 

 


Rate this content
Originality
Flow
Language
Cover Design