Mukesh Jogi

Drama Fantasy


Mukesh Jogi

Drama Fantasy


વળી પાછો

વળી પાછો

1 min 6.8K 1 min 6.8K

વળી પાછો મને મારે જરા જોવો છે,

બને તો વસ્ત્ર માફક ફરી ધોવો છે,


ઉગી ઈચ્છા સવારોમાં ન આથમવાની,

પરંતુ સાંજનો પ્રતિસાદ તો કોરો છે,


કલમની જેમ ત્રાંસા વાઢ આપે રાખ્યાં,

મને લાગ્યું તમારામાં મને પ્રોવો છે,


હૃદયની આપ-લે હોવી જરૂરી કયાં છે,

એ કિસ્સો આપનો મારો ગણી રોવો છે,


મળું છું હું બધાને ખૂબ સહેલાઈથી,

સ્વયંને શોધવા "જોગી" સ્વયં ખોવો છે.


Rate this content
Originality
Flow
Language
Cover Design