Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

3  

Kiran shah

Others

અર્પણ

અર્પણ

1 min
13.7K



સૃષ્ટિના રચિયતા કરું એક સવાલ ?

શું તું સાચે સર્વ વ્યાપીને અંતર્યામી ?

તો શા માટે બે હાથ જોડાવી

તારી સમક્ષ કરે સૌને ઊભાં


પ્રાર્થના અર્ચના પુજા ભક્તિ

ઉપાસના સાધના તપ જાપ

આ બધું શા માટે

તારું જ તને અર્પણ કરું


સૃષ્ટિ તારી મરજી તારી

કર્તા ધર્તા પણ તું જ

પાપ પુણ્ય કર્મોના લેખા જોગા

સુખ દુઃખ અર્પનાર પણ તું જ


તો હું શું છું ?

કઠપૂતળી તારુ રમકડું

કે તારી નજરમાં કશું જ નહીં..

શ્રદ્ધા વિશ્વાસ તારા નામ પર


આશક્તિ જ કે...

ઈશ્વર તું છો ? કયાં છો ?

કયારેક તો તું પણ

તારું આધારકાર્ડ બતાવી જા


આ જીવન તો ફોગટ ગયું

ચોરાસી લાખ ફેરા ફરીશ હો

હા! તને શોધવા..

તને મળવા જ સ્તો..


Rate this content
Log in