Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

anjana Vegda

Others

4  

anjana Vegda

Others

શું કરશો ?

શું કરશો ?

1 min
364


ના સમજે એને સમજાવીને શું કરશો ?

પથ્થર પર પાણી નમાવીને શું કરશો ?

દફન થઇ ચૂક્યું છે જે મનના કોઇ ખૂણે 

ફરી ફરી એને ઉથલાવી ને શું કરશો ?


જગા ન મળી હૃદય મહી એમના પછી,

દિવાલ પર તસવીર સજાવીને શું કરશો ?

બળી ગયું છે હૃદય મારું છેક અંદર સુધી, 

રાખના ઢગલા ને સળગાવીને શું કરશો ?


હતા અંગત એ મારા જે દિલ દુભાવી ગયા,

રહસ્ય જ રહેવા દો નામ જાણીને શું કરશો ?

રાહે રહ્યા નયન અંતિમ શ્વાસ સુધી 'અંજુ'

જીવતેજીવ ના આવ્યા હવે આવી ને શું કરશો ?



Rate this content
Log in