યથાર્થ ગીતા-૩૩
યથાર્થ ગીતા-૩૩


येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च।
ते इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च।।३३।।
અનુવાદ-જેમને માટે અમારે રાજ્ય, ભોગો અને સુખો જોઈએ છે, તેઓ બધા તો પ્રાણ તથા ધનની આશા ત્યજી ને યુદ્ધ માટે ઊભા છે.
સમજ-જેને માટે રાજ્ય-ભોગ અને સુખ વગેરેએ ઈચ્છીએ છીએ તેજ પરિવાર જીવનની આશા છોડીને યુદ્ધના મેદાનમાં ઉભો છે. મને રાજ્યની ઈચ્છા તો હતી પણ પરિવાર માટે હતી. ભોગ, સુખ અને ધનની પિપાસા સ્વજનો અને પરિવાર સાથે તેને ભોગવવા માટે હતી, પરંતુ જ્યારે બધા પ્રાણોની આશા છોડીને ઊભા છે ત્યારે મને સુખ,રાજ્ય કે ભોગની ઈચ્છા નથી. આ બધું તેમના માટે ગમતું હતુ. એમનાથી અલગ થઈને મારે એની કોઈ આવશ્યકતા નથી.
જ્યાં સુધી પરિવાર રહેશે ત્યાં સુધી વાસના રહેશે. ઝૂંપડીમાં રહેનાર પણ પોતાના કુટુંબ, મિત્ર, સ્વજનોને મારીને વિશ્વનું સામ્રાજ્ય સ્વીકારશે નહીં. અરજુન આજ કહે છે કે મને ભોગ પ્રિય હતા, વિજય પ્રિય હતો, પરંતુ જેમના માટે બધું હતું તેઓ જ્યારે ન રહે તો ભોગોનો ઉપયોગ શો? આ યુદ્ધમાં કોને મારવાના છે?
ક્રમશ: