Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

યાદોમાં

યાદોમાં

1 min
155


'આમ એકલા એકલા ગુમસૂમ કેમ બેઠા છો ? તબિયત સારી છે ને !' પત્ની રીમાએ પતિ સુબોધને પુછ્યું.

થોડીવાર સુબોધ બોલ્યો નહિ. પછી.. હમમ.. કરતો બોલ્યો:-'મારી તબિયતને શું થાય ? સારું જ છે.પણ..પણ..'

પત્ની રીમા:-' પણ શું ? આમ ચિંતામાં ને ચિંતામાં બિમાર પડી જશો. આનંદથી જીવી લો.'

સુબોધ:-'પણ શું કરું! એ જુની યાદો યાદ આવી જાય ત્યારે ગમગીન બની જવાય છે. એ દુઃખદ યાદોમાંથી બહાર આવી શકાતું નથી.'

રીમા:-' હવે ભૂલી જાવ બધું. કુદરતે બધું સારું જ કર્યું છે તો જે સારું છે એને યાદ રાખો. અને ખરાબ સમયને ભૂલી જવામાં જ સાર છે.'

સુબોધ: 'મને લાગે છે કે તારી વાત સાચી છે. સારી પળોને માણી લેવામાં મજા છે.'

રીમા:-'આપણે હવે વર્તમાનમાં જીવવાનું છે.અને ભવિષ્યનો વિચાર કરવાનો છે. હાલની પરિસ્થિતિમાં સારું જીવન જીવવું અને એકબીજાને હુંફ આપીને જીવવું એજ સાચું સાંસારિક જીવન છે.'

સુબોધ:-' તારી વાત સાચી છે. ઓકે તો હવે વર્તમાનમાં જીવવાનું અને ભૂતકાળની ઘટનાઓ પરથી શીખવાનું છે.'


Rate this content
Log in