વિસ્મૃતિ
વિસ્મૃતિ
"બેટા જગદીશ, તું ઓફિસ જાય છે ?"
"હા બાપુજી "
સીત્તેર વર્ષના વૃદ્ધ જગન્નાથ ખાંસી ખાતા ખાતા પોતાના પુત્ર જગદીશ ને કહે છે.
"બેટા,બાજુ ના ઓરડામાં તારી બા સુતાસુતા કણસે છે. તેના માટે પાણી મુકીને જજે. અને તારી બાના આશિર્વાદ લેતો જજે."
"હા બાપુજી" એમ બોલીને પુત્ર જગદીશ બાજુના ઓરડામાં ગયો. ઓરડામાં આવેલ મંદિરમાં ભગવાનના દર્શન કરીને પોતાની બાના ફોટાને ફુલ ચઢાવીને પગે લાગ્યો. અને મનોમન "જય શ્રી કૃષ્ણ" બોલીને બાપુજી પાસે આવ્યો.
"બેટા તારી બાના આશિર્વાદ લીધા ? આ તારી બા આખી રાત ખાંસી ખાય છે. અને મારી ઉંઘ બગડે છે. જો બેટા ખાંસીની દવા ખલાસ થઈ ગયી છે તો લેતો આવજે." ખાંસી ખાતા ખાતા જગન્નાથ બોલ્યા.
"હા બાપુજી, ચોક્કસ ખાંસીની દવા સાંજે લેતો આવીશ. જય શ્રી કૃષ્ણ" એમ બોલીને જગદીશ પોતાના બાપુજીને પગે લાગીને દરરોજની જેમ ઓફિસ જવા નિકળ્યો.