Nicky Tarsariya

Others Romance

2  

Nicky Tarsariya

Others Romance

વિચારોમાં અહેસાસ

વિચારોમાં અહેસાસ

5 mins
788


દિલના એક ખૂણામાં વારંવાર તેનુંજ નામ ગુંજતું હતું. એક ચહેરો જે વારંવાર નજર સામે આવતો. જયારે એકપણ વાર મુલાકત કે મેળાપ ન હતો આ વાત શક્ય કેમ હોઈ શકે ? મેઘા પોતે પણ આ વાતથી અંજાન હતી કઇંક અજીબ વાત હતી દિલની, જે મેઘા પોતે પણ સમજવા અસમર્થ હતી. દિલે જાણે એક તોફાન મચાવી દીધું હોય જીવનમાં તેમ આ હલચલ મિલનની તરફ વારંવાર ખીચાતી અને મનના સવાલો વચ્ચે તે એકદમ ઘેરાય જતી. મેઘા પાસે આ હલચલ, આ એહસાસનો કોઈ જ જવાબ ન હતો. તે આ જજબાત સમજવા જતી હતી પણ.

નિરંતર વેહતાં વિચારોની વચ્ચે મેઘા મનોમન મિલન સાથે વાતો કરતી…

"મિલન, આમ તો તું મારા વિષે કંઈજ નહિ જાણતો હોય, પણ જયારથી હું તારા ઘરની નજીકથી નીકળી ત્યારથી ન જાણે કેમ મારુ મન તારા જ વિચારોમાં દિવસ રાત ભમ્યાં કરે છે. અને આ દિલની તો વાત જ ન પૂછ વગર મુલાકાતે તેને એવો રંગ ભરી દીધો છે કે બસ દિવસ રાત તારા જ નામની માળા જ્પ્યા કરે છે. મિલન યાદ છે તને આપણા બાળપણની વાતો, જયારે આપડે સામે સામે જ રેહતા. પણ તારી સાથેની એકપણ રમતો મને યાદ નથી શું ? આપડે ક્યારે પણ સાથે રમ્યા હતા ? ખરેખર મિલન મને થોડોક પણ અંદાજ હોત કે અમુક વર્ષો પછી મારા દિલમાં તારા માટે આવી લાગણી થશે તો હું તારી સાથે વિતાવેલી એકએક પળ યાદ રાખત. પણ અજીબ છે ને આ વાત. બે ત્રણ વરસનો સંગાથ ત્યારે પણ અધૂરો હતો અને આજે પણ અધૂરો લાગે છે. હંમેશા અવર જવર ત્યારે તારી સાથે મુલાકાતો હતી, તારી બેનો સાથે રમતો પણ રમાતી, પણ તારી સાથેની રમત જ કંઈક વિસરાઈ ગઈ હોઈ તેવું લાગે છે. મિલન બાળપણની વાત જ કંઈક અલગ હોઈ છે ને, અને પછી તો અમે ત્યાંથી બીજે રહેવા નીકળી ગયા. પછી તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે. એમ તો હંમેશા તારા પરિવાર સાથે મુલાકતો રહેતી. પણ મિલન તારી સાથે એકપણ મુલાકાત ક્યાં હતી ! તો પણ આ અચાનક તારો એહસાસ કેમ મિલન ? મને તો કંઈજ સમજાતું નથી અને ફરી મેઘા મિલનની યાદમાં ગુંચવાય જતી

સમય જેમ જેમ આગળ નીકળતો જાય તેમ તેમ મેઘાના દિલનો અહેસાસ ગહેરાતો જાય છે. તેના મનના સવાલો અને દિલની ઉલઝન વચ્ચે તે રોજ એક દિવસ મિલન રોજ મળતા એક નવા રિશ્તાથી હું થાકી ગઈ છું. મનના સવાલો અને દિલના એક અજીબ એહસાસ વચ્ચે હું રોજ ફસાવ છું. મિલન ખબર છે તને આજે જ મને જોવા એક છોકરો આવ્યો હતો. તે દેખાવમાં પણ સારો છે અને રૂપિયા વાળા પણ છે. બસ મારે જેવું જોઈએ તેવું જ તેમનું ઘર છે. એક પળ તો મારુ મન હા પણ બોલવા ત્યાર થઇ ગયું, પણ દિલના એહસાસે તેને રોકી લીધું. મિલન મારો એહસાસ તને મળવા માંગે છે નહિ કે બીજાને. પણ મિલન મને ડર લાગે છે કે મમ્મી -પાપા ત્યાં મારુ નક્કી ન કરી દે. આમેય મમ્મી-પાપા ની મરજી આગળ મારુ ક્યાં ચાલવાનું છે. જો તું મારી સાથે હોત તો હું બેજિજક ના બોલી દેત કે મારે આ સગાઇ નથી કરવી. પણ અફસોસ કે આપણે હજી શુદ્ધિ એકપણ વાર નથી મળ્યા. તો પછી તું જ બતાવ હું બધાને શું કહીને રોકુ જયારે હું પણ આ વાત માનવા ત્યાર નથી.

મિલન એવું કેટલા દિવસ ચાલતું રહેશે ? જો મારુ ત્યાં નક્કી થઈ જશે તો ! તારો કિસ્સો હંમેશા કટ થઇ જશે મારી જિંદગીમાંથી અને આ અહેસાસ પણ મેહસૂસ નહીં થાય. મિલન આ વાત મારુ દિલ નથી માનતું." મેઘાનો એહસાસ તેને કયારેક રડાવી જાય છે તો કયારેક હસાવી પણ જાય છે. એક બાજુ તેનું મન હતું જે અવનવા વિચારોની વચ્ચે ફસાતું રહેતું, અને બીજી બાજુ તેનો એહસાસ હતો જે મિલન ને મળવાની જીદ લઈને ચાલતું હતું. પણ તે શક્ય કેવી રીત હોઈ શકે ?" મિલન ઘણી વાર મને વિચાર આવે કે કેવી અજીબ વાત છે ને, અને એવું લાગે કે તું મને નહીં મળે તો ? તું એક ડોક્ટર અને અને હું અમેજ એક ઓફિસમાં નાનું એવું કામ કરતી છોકરી તારો અને મારો મેળાપ શક્ય કેવી રીત હોઈ શકે. મિલન હું તારી સોસાયટીને like તો નથી પણ મારુ દિલ તારા જ ખ્યાલમાં દિવસ રાત ભમ્યા કરે છે તેનું શું ? મેઘા હંમેશા મનોમન મિલન સાથે વાતો કરતી અને ફરી પળવારમાં બધાજ સવાલો ભૂલી મેઘા મિલનના વિચારોમાં ખોવાઈ જતી

જેમ વાદળો ઘેરાય ને ખેડૂતો વરસાદની રાહ જોઈને બેસી જાય તેમ મેઘા પણ તહેવારો આવે અને મિલનની રાહ જોવા બેચી જતી. મિલન અમદાવાદથી આવશે અને અમારી મુલાકત થશે પણ ઈંતજાર હંમેશા......

મિલન ખરેખર આજે હું બોવજ ખુશ છું પૂછી નહીં કેમ ? કેમકે જે જગ્યાએ એ મારી વાત ચાલતી હતી તે છોકરો લગભગ ખરાબ નીકળ્યો. ચાલ એક ઈંતજાર હવે તારા માટે… હંમેશા મેઘાની સવાર મિલનના નામની સાથે અને રાત તેના સપનાની યાદમાં પુરી થતી. મેઘાએ મિલન વિશેની માહિતી ફેસબૂક પરથી મેળવી લીધી હતી. તે વારંવાર તેમાં તેનો ચેહરો નિહાળ્યા કરતી અને પૂછતી મિલન ખરેખર તું આવો જ દેખાય છે ? આખા દિવસના વિચારો સાથે ખબર નહીં મનોમન મેઘા મિલન સાથે કેટલી મુલાકાતો કરતી હતી .

મિલન મને કેમ એવું લાગે છે કે દિલનો એહસાસ એમજ ન હોય. જરૂર ઉપરવાળા એ તેમાં કંઈક નવુજ કરવાનું વિચાર્યું હશે. બાકી તો કિસ્મત જાણે અને તે જાણે મારા આ વિચારોથી શું થવાનું છે ? કેવી અજીબ છે ને આ વાત વગર મુલાકાતે પણ દિલની વાત !

જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તેમ મેઘાનો એહસાસ ગહેરાતો જાય. આ વાતથી અંજાન મિલનને તો તે પણ નહિ ખબર હોય કે કોઈ છે જે તેને દિવસ રાત યાદ કરે છે બાકી તો મેઘાનો અહેસાસ જાણે આ પ્રેમ છે કે એક આભાસ...!


Rate this content
Log in