Kinjal Pandya

Others Romance

3  

Kinjal Pandya

Others Romance

વહેલી સવારનું સપનું

વહેલી સવારનું સપનું

1 min
570


બરાબર ઉંચે આકાશમાં વિરાજમાન ચંદ્ર પણ મારી સાથે જ છે એમ જતાવી રહ્યો હતો. હું એની સાથે વાત કરતા કરતા, મારા પ્રેમને મળવાના ઉત્સાહમાં, એ મને જોઈ ને શું કરશે ? શું કહેશે ? ખુશ થશે ? ખીજવાશે ? આવું ઘણું વિચારતા વિચારતા એની યાદમાં કયારે ધ્યાનમગ્ન થઇ ગઈ ખબર જ ના પડી.

જયારે આ મંદિરમાં ઘંટારવ થયો ને હું જાણે ઝબકીને જાગી. બાકડા પરથી ઊભીને આમતેમ શોધવા માંડ્યું. પછી યાદ આવ્યું પહેલા મંદિરમાં જઈ પ્રભુ ઝાંખી તો કરી આવું. એમ પણ ચંદ્રમાં એ કહ્યુ જ હતું ને કે અહીંયા જ આવશે. હું મંદિરના પગથિયાં ચડવા લાગી. ઊપર જઈને જોયું તો મારો માધવ હાથમાં મોરલી પકડી રાધા સંગ ઊભો હતો.એને જોય ને હું મારા આંસુ રોકી ન શકી અને છૂટે હૈયે એના પગમાં પડી નથી. ખબર કયાં સુધી રડતી રહી. પછી ત્યાંથી ઊભી થઈને મંદિરના પગથિયાં પર બેસી સામે વિશાળ પ્રાંગણ તરફ એની રાહ જોતી બેસી રહી. ત્યાં થોડી થોડી વારે ઘણાં લોકો આવ્યા પણ એ ન આવ્યા.


Rate this content
Log in