Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

વેલન્ટાઇનની ભેટ

વેલન્ટાઇનની ભેટ

1 min
7.6K


આજે બધા જ પોતાના પ્રેમ માટે કઈં ખરીદશે. હું એના માટે શું ખરીદું? આખું બજાર ફરી વળ્યો .એ સ્ત્રીને ના કોઈ ઘરેણાંની લાલચ ના કોઈ મોંઘી વસ્તુઓનો મોહ. સાદગી અને પ્રેમની એ મૂર્તિને હું શું આપું જેણે મારા પ્રેમ ખાતર કેટલા ત્યાગ કર્યા હશે? એને યાદ આવ્યું; છોડ રોપવા એને ગમે. એની કાળજી લેવામાં એને અનેરો આનંદ મળે. એક પુષ્પને એક પુષ્પનો છોડ આપું. ઘરે આવતાં જ એણે પોતાનાં પુષ્પને સંબોધતા કહ્યું, "હેપી વેલન્ટાઇન ડે”માં છોડ સ્વીકારતા એ રમૂજમાં બોલી, "હું તારી ગર્લફ્રેન્ડ નથી", પણ પ્રેમનાં તો કેટલાંય પ્રકાર અને સૌથી ઉપર “માતૃપ્રેમ" કેહતા એણે માંનું માથું ચૂમી લીધું.


Rate this content
Log in