Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Kaushik Dave

Others


3  

Kaushik Dave

Others


વેકેશનના છબરડા

વેકેશનના છબરડા

8 mins 473 8 mins 473

કાવ્યા, સાંભળે છે ? આપણે આ વેકેશનમાં ગોવા જ ઇ એ તો.!. " કાવ્ય બોલ્યો. "વેકેશન અને તમારે ! શું મજાક કરો છો. ક્યારેય ઓફિસમાંથી રજા લીધી છે ? " કાવ્યા બોલી, "આ વેકેશનમાં સાહેબ ૧૦ દિવસની રજા આપવાના છે. તો આપણે ફરવા જઈ એ." કાવ્ય બોલ્યો., "ના નામારે ફરવા જવું નથી. હું વેકેશનમાં મારા પિયર જવાની. અમારે ક્યારે વેકેશન હોય !. લગ્ન ના ચાર ચાર વર્ષ થયાં ક્યારે ય વેકેશનમાં પિયર ગયી છું ?" "અરે ગાંડી, પિયર તો પછી જવાશે. ફરવાનો ચાન્સ મલ્યો છે. આમ તો તું દર મહિને નડીયાદ તારા પીયરે તો જાય છે."


આ સાંભળીને કાવ્યા ગુસ્સે થઈ અને બોલી,"હું નડીયાદ જઉ તે તમને ગમતું નથી ? અને હું તો પૂનમ ભરવા દર મહિને નડીયાદ જઉ છું અને ઘરે ખબર અંતર પુછતી આવું છું. વેકેશનમાં ગઈ હોય તો બોલો." આ સાંભળીને કાવ્ય ચુપ થઇ ગયો. હવે કાવ્યાને છંછેડાય નહીં. "સારું ત્યારે તારી મરજી. પછી કહેતી નહીં કે ગોવા ફરવા લઇ જતા નથી." "બસ બસ હવે તમે બોલતા જ નહીં ચાર ચાર વર્ષથી ફરવા જવાનું કહું છું પણ તમે બહાના બતાવો છો. અને આ વેકેશનમાં મારે પિયર જવું છે ત્યારે ફરવાની વાત કરો છો. હું આ શનિવારે નડિયાદ જવાની છું મારા પપ્પા મમ્મી દસ દિવસ પછી જાત્રા એ જવાના છે. થોડા દિવસ રહી આવું." "સારું ત્યારે, તારી મરજી." ઢીલાં અવાજે કાવ્ય બોલ્યો. "એય હું શું કહું છું તમને મારાં વગર ગમશે ? મને તો નહીં ગમે,પણ શું કરું અને હા હું જઉ તો સવારે ઓફિસમાં ટિફિન મંગાવી જમી લેજો. સાંજે વેળાસર ઘરે આવી જજો. મને ફોન કરવાનું ભુલતા નહીં. આડા અવળા જતાં નહીં. આમ તો તમે સીધાં છો અને કહ્યાગરા પણ છો. આપણી કામવાળીને કહીશ કે સવારે તમારા જતાં પહેલાં ઘરના કામકાજ કરી જાય. અને હા કામવાળી સાથે ખોટી માથાકૂટ કરતા નહીં." હવે કાવ્ય માટે બોલવા જેવું રહ્યું નહિ.


શુક્રવારે સાંજે કાવ્યા નડિયાદ જવાની તૈયારી જ કરતી હતી ને તેના મોબાઈલમાં તેની ખાસ સખી મધુનો મેસેજ આવ્યો કે તેને સોમવારથી એક અઠવાડિયા માટે અમદાવાદમાં ટ્રેનીંગ છે. આ મેસેજ વાંચીને કાવ્યા બબડતી 'આ ઉપાધિ ક્યાંથી આવી ?' એટલામાં મધુનો ફોન આવ્યો, "હેલો કાવ્યા, હું મધુ બોલું છું. હું અમદાવાદ આવી ગઇ છું. બસ દસ મિનિટ માં જ તારા ઘરે. મારે સોમવારથી ટ્રેનીંગ છે. અને હા, હું તારા ઘરે જ રોકાવાની. બહુ દિવસે મળીશું. આ બે રજામાં આપણે હરીશુ ફરીશું અને મઝા કરીશું. તને વાંધો નથી ને ! અને હા કાવ્ય તો મઝામાંને. ચાલ હું આવી જ ગઈ." કાવ્યા બોલી, " ના ના મને કોઈ વાંધો નથી, આવી ગઈ છું તો આવ." એમ બોલીને કાવ્યાએ ફોન બંધ કર્યો. કાવ્યા નિરાશ થઈ ગઈ ને બબડી 'આ લપ આવી. હવે શું કરું ? કંઈક કરવું પડશે.'


કાવ્ય ઓફિસથી આવી ગયો અને બોલ્યો,"કાલ માટે તૈયારી થઈ ગઈ ? કે પછી વિચાર માંડી વાળ્યો ?" "શું તમે તો ? મારી મજાક કરો છો. નડિયાદ જવાનું કેન્સલ..કેન્સલ..." કાવ્યા બોલી. હવે કાવ્ય મજાકના મુડમાં આવ્યો." કેમ શું થયું ? ગોવા નું બુકીગ કરાવું. તેં તારી તૈયારી તો કરી લીધી મારે તો શું દસ મિનિટમાં બેગ તૈયાર." કાવ્યા છંછેડાઈને બોલી, "મારી સખી મધુ એક અઠવાડિયા માટે આવે છે હમણાં આવતીજ હશે.એટલે કેન્સલ.. મારો આખો પ્રોગ્રામ બગાડ્યો." કાવ્ય હસ્યોને બોલ્યો, "પણ તું તારે નડિયાદ જા. છો ને મધુ આવે. હું મધુને અમદાવાદમાં ફરવા લઇ જઇશ. તને વાંધો નથી ને !" હવે કાવ્યા બગડીને બોલી, "શું લવારા કરો છો ? મને તો તમારા પર વિશ્વાસ છે પણ..પણ.......હશે. મારે મધુ માટે પણ પ્રોગ્રામ કેન્સલ કરવો જ પડશે. અને હા એ આવે તો બહું મજાક મસ્તી કરવી નહીં."


"એટલામાં કાવ્યાના ઘરનો બોલનો અવાજ આવ્યો. કાવ્યા બોલી, "લો આવી ગઇ. એ આવી." એમ કહીને કાવ્યાએ દરવાજો ખોલ્યો અને મધુની ઘરમાં પ્રવેશ થતો. "હાય, કાવ્યા કેમ છે ? બહુ વાર લગાડી દરવાજો ખોલતાં. બહું કામમાં રોકાયેલી છો ?." "આવ આવ મધુ બહુ વખતે મલ્યા. બહુ બદલાઈ ગઈ છે. ઘરમાં બધા મજામાં ને ?" કાવ્યા બોલી." હા,ઘરમાં બધા મજામાં છે. પપ્પાની તબિયત થોડી નરમ ગરમ રહે છે. બાકી આપણે તો જલ્સા . અને હા જીજાજી ક્યાં અને આ શું બહાર ગામ જવાની તૈયારી કરી છે ? મારા લીધે તમારો પ્રોગ્રામ બગડ્યો ને ? એવું હોય તો હું હોટલમાં બુકિંગ કરાવુ." મધુ બોલી. "ના નાઆ ઘર છે ને તારા જીજાજી અહીં જ છે. આ તો ઘર સાફ સફાઈ ચાલે છે. અને હા મારા પપ્પા મમ્મી જાત્રાએ જાય છે. તેથી કાવ્ય કહે તારા બદલે હું નડિયાદનો આંટો મારી આવું અને ખબર અંતર કાઢી આવું. કાવ્યનો સ્વભાવ ઘણો જ સરસ છે."

કાવ્યા બોલી.


"ઓકે કાવ્યા, હું ફ્રેશ થઈ આવું અને હા હું જમીને જ આવી છું. તમ તમારે જમી લેજો." મધુ વોશરુમમાં ફ્રેશ થવા ગયી. એટલામાં બીજી રુમમાંથી કાવ્ય આવ્યો. "કાવ્યા,તારી ફ્રેન્ડ આવી ગઇ ? અવાજ તેનો જ હતો ને ?" "હા..આવી ગઇ.. ણ તમે બહુ લપ્પન છપ્પન કરતાં નહીં. એ ફ્રેશ થવા ગઈ છે. અને હા, હું શું કહું છું. હવે હમણાં તો હું નડિયાદ જ ઇ શકીશ નહીં. મારા બદલે તમે નડિયાદ બે દિવસ માટે જાવ. મારા પપ્પા મમ્મીની ખબર કાઢી આવો. હું ફોન કરી ખબર પુછી લઇશ." થોડીવારમાં મધુ ફ્રેશ થઈને આવી. "હાય જીજાજી કેમ છો ? હું મધુ.... કાવ્યાની બેસ્ટ ફ્રેન્ડ." "બસ..મજામાં કાવ્યાના રાજમાં આનંદ મંગલ છે." મોડે સુધી ત્રણે જણે વાતચીત કરી અને સવારે કાવ્ય સવારની ગુજરાત એકસપ્રેસમાં નડિયાદ જવાની નીકળી ગયો. સવારે મધુએ ઉઠીને જોયું અને કાવ્યાને પુછ્યુ, "તારો કાવ્ય ક્યાં ? દેખાતા નથી." "એતો નડિયાદ જવાની નીકળી ગયા.ચાલ તું ફ્રેશ થઈને આવ, આપણે ચા નાસ્તો કરીએ."


થોડીવાર માં મધુ ફ્રેશ થઈ ગઈ અને ચા નાસ્તો કરતા કરતા બોલી, "કાવ્યા, તું નસીબદાર છે. કાવ્ય જેવો પતિદેવ મલ્યો. આ તારું સેટીગ કેવી રીતે થયું તે તો જણાવ." "બસ પપ્પાના મિત્રના દીકરા થાય.પહેલી નજરમાં પસંદ અને પાછા કાવ્ય અમારા સમાજના છે." કાવ્યા બોલી. "કાવ્યા,એક વાત પુછુ ? કાવ્યને કોઈ કુંવારો ભાઈ છે ? કાવ્ય બહુ સમજુ છે. મારે એના જેવો જ યુવાન શોધવો પડશે." મધુ બોલી. "ના નાકાવ્ય તો એકનો એક જ છે. મધુ તારી મજાક કરવાની આદત ગઇ નહીં. તેં કોઈ જોઇ રાખ્યો હોય તો બોલો હું અંકલને કહીને તારું નક્કી કરી આપું." કાવ્યા બોલી. "કાવ્યા, તને યાદ છે, જ્યારે તું નડિયાદથી એમ એસ યુનિવર્સીટીમાં કોલેજમાં એડમીશન લીધું હતું. અને પહેલા દિવસથી જ આપણી ફ્રેન્ડશિપ થઈ હતી. તેજ દિવસે એક છેલછબીલો યુવાન તારી મજાક કરવા આવ્યો અને તે એને લાફો માર્યો હતો. એ યાદ છે." " હા, એવું કંઈ કરી બન્યું હતું. તે એનું શું ? " કાવ્યા બોલી. "એ જય હતો. તે પછી તેણે માફી માંગી અને આપણો મિત્ર થયો હતો. તે અમદાવાદમાં સર્વિસ કરે છે. આ જય તારી પાછળ લટુડો પટુડો થતો અને તું એને દાદ આપતી નહોતી. પણ એ દિલનો સારો યુવાન છે." "તો પછી તું એની સાથે લગ્ન કરી લે. એટલે પત્યું." કાવ્યા બોલી."કેમ આમ બોલે છે. હમણાં મારે લગ્ન કરવા નથી. અને હા કાવ્યા તું આખો દિવસ ઘરમાં બેસીને શું કરે છે. જોબ શોધી લે." " ના ના હમણાં જોબ નથી કરવી આ વેકેશન પછી વિચારીશ. મને સાહિત્યનો શોખ છે. હું સાહિત્યની વિવિધ એપમાં વાર્તાઓ અને કાવ્યો વાંચું છું બહુ સરસ એપ છે. જો તને શોખ હોય તો આ એપ ડાઉનલોડ કરજે." આમ વાતચીત કરતાં મધુને ટ્રેનીંગમાં જવાનો સમય થયો એટલે મધુ એસ જી હાઇવે પર આવેલા કંપનીના ટ્રેનીંગ સેન્ટર જવા નીકળી. એના ગયા પછી કાવ્યા બબડી હાશ ગઇ. હવે બે દિવસમાં કાવ્ય આવી જશે. આ મધુનું કંઈક કરવું પડશે. બહુ બટક બોલી છે. બપોરે બે વાગ્યે મધુનો ફોન આવ્યો, "હેલો કાવ્યા આજે તો નવાઈની એક વાત બની. રીશેષમાં મને જય મળી ગયો. બાજુના બિલ્ડિંગમાંજ જોબ કરે છે. અમે સાથે લંચ લીધું અને કોલેજ લાઇફની વાતો કરી. તને બહુ યાદ કરતો હતો. કાવ્યાએ લગ્ન કરી લીધા એમ મેં કહ્યું. અને હા સાંજે મારે મોડું થશે તું જમી લેજે. હું અને જય ડીનર કરીને પિક્ચર જોવા જવાના છીએ.એટલે મોડું થશે. ઓકે." એમ કહી મધુ એ ફોન કટ કર્યો.


અને બીજા દિવસે પણ મધુ અને જય આજ રીતે એન્જોય કર્યું. કાવ્યા બબડી,'આ મધુનું કંઈક કરવું પડશે. એનો પગ લપસશે તો મારા પર અપજશ આવી જશે. અને કાવ્યા એ એક યુક્તિ કરી. મધુ બીજા દિવસે પણ પિક્ચર જોઈને મોડી આવી. કાવ્યા બોલી,"અલી બરોડા તારા ઘરેથી ફોન હતો તારા પપ્પાને હાર્ટએટેક આવ્યો છે. તને ફોન કરે છે પણ સ્વિચ ઓફ આવતો હતો. તું અત્યારે જ બરોડા જવા નીકળ." મધુ આ સાંભળીને રઘવાયા જેવી થઈ અને સામાન લઈને બરોડા જવા નીકળી. કાવ્યાના મુખ પર પ્રસન્નતા હતી. હવે કાવ્ય નડિયાદથી આવે તો ચિંતા કરવા જેવું નથી. પણ સાલું ખોટું બોલવું પડ્યું. ઈશ્વર મને માફ કરજો. એટલામાં કાવ્યાનો મોબાઈલ રણક્યો. "હેલો કાવ્યા હું મધુ, તારી વાત સાચી છે મારા પપ્પાને હાર્ટએટેક આવ્યો છે અને હોસ્પિટલમાં દાખલ કર્યા છે." "અંકલને સારું થઇ જશે. ટેકકેર." કાવ્યાને આ સાંભળી ને ઘણું દુઃખ થયું.


સવારે કાવ્ય નડિયાદથી આવી ગયો અને બોલ્યો,"તારા પપ્પા મમ્મી બે દિવસ જ જાત્રાએ જાય છે અને તારો ભાઈ ભાભીને લઈને એના સાસરે ઈંદોર જવાનો છે. વેકેશન કરવા. અને આપણે તો.... અમદાવાદમાં જ...! અને હા...મધુ ક્યાં ?" "મધુ તો બરોડા ગઈ તેના પિતાને એટેક આવ્યો છે. હું શું કહું છું કાવ્ય આપણે પણ વેકેશન કરવા જઈશું ? " "ક્યાં નડિયાદ ?" કાવ્યને મજાક સુજી." ના ના તું કહેતો હતોને ગોવા માટે." "ચાલો ત્યારે મેં તો ગોવાનું બુકીગ કરાવી દીધું જ છે. આજથી ત્રીજા દિવસની ફ્લાઈટ છે. એ ચાલો.... ગો... ગો... ગોવા" કાવ્ય તાનમાં આવી ગયો.


બે દિવસ પછી કાવ્યા પર મધુનો ફોન આવ્યો,"હેલો કાવ્યા પપ્પાને સારું છે તાત્કાલિક ટ્રીટમેન્ટ મલી અને હવે કોઈ ખતરો નથી પણ એક વાત બની મેં અને જયે લગ્ન કરી લીધા.પપ્પાની ખબર કાઢવા ગઈ ત્યારે પપ્પા એ તાત્કાલિક મને લગ્ન કરી લેવા જણાવ્યું. અને પપ્પાને મારી પસંદગી જય છે એમ કહી. જયને ફોન કરી બોલાવીને આર્ય સમાજમાં લગ્ન કરી લીધા અને અમે હનીમુન કરવા ગોવા જવા છીએ બેદિવસ પછી." "અરે અમે પણ ગોવા જવાના છીએ. કાલે જ નીકળી એ છીએ ત્યાં મલીશુ. અને એન્જોપ્ય કરીશું. ઓકે." ... કાવ્ય અને કાવ્યાને ગોવા જવાના દિવસે. સામાન લઈને નીકળતા હતા ત્યાં જ ડોરબેલ વાગ્યો. હવે કાવ્યા બબડી હવે કોણ ટપકી પડ્યું. દરવાજો ખોલ્યો તો કુરિયર વાળો હતો એક કવર અને ગુલદસ્તો હતો કાવ્ય અને કાવ્યા માટે. કાવ્યા એ કવરમાંથી પત્ર કાઢ્યો ને વાંચ્યો. કાગળ મધુનો હતો. લખ્યું હતું,"અમે ગોવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો છે અને અમે કાલે સિમલા જવાના છીએ. ગોવા માટે બેસ્ટ ઓફ લક, એન્જોય. આ સાથે શુભેચ્છા મોકલી છે.


Rate this content
Log in