વાંદરાની ટોળી
વાંદરાની ટોળી
પપ્પા; - 'આ વાંદરા ધમાલ ચડયા છે ! અને ઘર હજું થોડા દિવસ પહેલા જ નળિયા વારુ ઘર ચરાયું છે. ઉપરથી વિલાયતી નળિયા કેટલા મોંઘા છે . વધારે દશ લાવીને રાખ્યા છે અને આખું ચોમાસું ચલાવવાનું છે ! અને લોકો વાંદરાઓને પથ્થર મારી ભગાવી વધારે હેરાન કરે છે. વળી બોમ્બ ફોડીને ભગાડે એટલે આપડા ઘરના લીમડા ઉપરથી બીજા લીમડા પર જતા આપડા જ ઘર ઉપર કુદકા મારે છે. ઉપરથી આપડી દુકાનના પત્તરા પણ જુના થયા છે. જેના બધા બોલ્ટમાંથી ઊંચા થઈ ગયા છે. એટલો ઘરનો ખર્ચા અને મોંઘવારીમાં નવા પતરાં લવાતાજ નથી. અને વાંદરાની ટોળકી હેરાન કરે છે.
એમાંય જો વરસાદ પડે તો બધો સામાન પલડે ! અને ઘરમાં બધે પાણી પાણી થઈ જાય. દુકાનની બધી વસ્તુ બગડે અને ઘરમાં પણ કેટલી જગ્યાએ ડોલને ચંબ્બુ મુકવા પડે. એટલે આજે વાંદરાને આ બાજુ નહિ જ આવવા દઉં. બીજા રસ્તે જાય એવું કરીયે. હા પપ્પા !પપ્પા મેં પણ જૂના ફટાકડાની કોથળી જોઈ છે. હમંણા લઈ આવું !'
પપ્પા : ના તું મોટી લાકડી લઈ અને બહાર ઊભી રે. . . વાંદરાને હું જ્યાંથી આવે છે ત્યારે ભગાડું છું.' પપ્પાએ બૂમો મારતા અને પત્તરાનો અવાજ અને પથ્થર નાંખી ભંગાડવા લાગ્યા. બધા વાંદરા બીજી
તરફ જવા લાગ્યા પણ એક વાંદરો ઘર બાજું કુંદકો મારવા જતો હતો ત્યાં તેની દિકરી વાંદરાને લાકડીથી ભગાડવા જાય છે ત્યાં જ આંગણા પ્લાટરમાં લાંબી લસ્ થઈ જાય છે. બીજી બહેન જે દુકાનમા ગ્રાહક સંભાળતી તે ઘબાક. . અવાજ સાંભળી ને આવીને જોવે છે તો તેની નાની બહેન લાકડી સાથે લાંબી થઈ ને પડી હતી. એટલે મોટી બેન તો જોર જોરથી હશે. અને પેલી રડે. ઘરમાંથી દોડીને પપ્પા, મમ્મી બધા જોવે છે. અને મનમાં હસતા જાય છે અને
પપ્પા બોલ્યા; 'મોટીબેન ને લડે છે . . . શું હશે છે. તેને વાગ્યું હશે ?ત્યાં બીજો વાંદરો આવીને ઘર પર કુદીયો અને નળિયા ટૂટવાનો અવાજ આયો. એટલે નાની દીકરી રડતા રડતાબોલી.
'પપ્પા તમે પેલા વાંદરાને ભંગાડો. મને મમ્મી ઊભી કરે છે. એટલે પપ્પા બુમો પાડતા વાંદરાને ભગાડવા જાય છે એ વાંદરા ઘરમાં આવી ગયો. બધા બુમો પાડે છે અને પપ્પા તે વાંદરાને ભગાડવા પાછળ દોડે છે. વાંદરો તો જતો રહે છે પણ ભગાડવા જતા પપ્પા પણ તે દિવસે લપસી જાય છે . બધાને એમ કે પપ્પાને જોરદાર વાગ્યું લાગે છે. બધા દોડીને પપ્પા પાસે આવે છે ! પપ્પાને થોડું વાગ્યું હશે પણ ! તે પણ હસવા લાગ્યા એટલે બધા ઘરના જોર જોરથી હસવા લાગ્યા. આમ તે દિવસે વાંદરાની ટોળકીને ભગાડી.