Daxa Ramesh

Others

3  

Daxa Ramesh

Others

વાહ રે !

વાહ રે !

5 mins
7.7K


વાહ રે ! ફ્રેન્ડઝ, આજે હું તમને આપણી આજુબાજુના લોકોની ઓળખાણ કરાવું, જરા જુદી રીતે ! ચાલો ગાયનેક હોસ્પીટલમાં.

એક ખાનગી નર્સિંગ હોમમાં એક બાળક જન્મયું કે તરત જ... એને જોઈ ને...

"અસલ એનો પપ્પો જ જોઈ લો ! નાક તો જો એના દાદા જેવું જ છે !"

'અરે, અરે મને તો આપો જોવા દો મને હું બાકી છું.'

"હા એલા આંખો તો અસલ માસી જેવી જ છે " એ... એ... જોવો તો ખરા ! આંખોના ડોળાનો કલર તો મામા પર જ હો ! વાહ રે !

'અલ્યા ભૈ!! શ્વાસ તો લેવા દો એને જરા ! હવે ! આ જીવ જઈન્મો સે જી કુટુંબમાં તો, એના જીન્સ તો હોય જ ને ! કોઈ આજુ બાજુ વાળા જેવો કે કોઈ બીજા ગ્રહના એલિયન જેવો થોડો હોય ? પણ ના, આ ચર્ચા તો આપણે ત્યાં ગમે ઇ બાળક જન્મે એટલે કમ્પ્લેસરી એને સંભડાવવી જ પડે , નહિ તો ? એને આ દુનિયા માં આઇવે હજુ અડધો કલાકેય નથી થઈ ત્યાં તો,

'એ મને આપો, મારો ફોટો પાડો, મારો પાડો, કરતાં કરતાં ન્યૂ બોર્ન બેબીના પેરેન્ટ્સ તો ઠીક ! પણ, દાદા -દાદી, નાના-નાની, મામા,માસી કાકા, કાકી, ફોઈ. બધાય ને હરખ હોય ઇ તો સમજ્યા પણ, આડોશી પાડોશી, સગા,સંબંધી બધાય ... હાલી નીકળે...! વાહ રે !

અને ડોક્ટર સૂચના આપી ને જાય કે, હોસ્પિટલે લોકોની અવરજવર ઓછી રાખવી, નાના બેબીને બીજાથી દૂર રાખવું,... પણ, ઇ તો ડોક્ટર સાયેબ તો બોઇલે રાખે, અમારે કેવડો વેવાર સે ! અમે ધોળી ધોળી ને ગ્યાતા તો હવે બધાય આવશે જ ને ! એમાં કેને ના પાડવી ? લ્યો બોલો ! ન ગ્યા હોત તો ? શું ખાટુમોળું થઈ જાત ? આજે આ બાપડું જૈન્મુ સે એને તો શાંતિ મળત !

પણ ના, શુ કામે સખ લેવા દે ! એ જીવ ને ! કાં આઇવો આ જગતમાં ? હવે તો પાછો રિટર્ન ન થા ત્યાં સુધી આ સગા વ્હાલા નામના પ્રાણીઓ લોહી પી જાહે. કાયદેસર ના હક્કદાર બધાય ! વાહ રે !

હવે ખાલી વાતો આટલેથી અટકે નહિ હો ! હજુ તો સ્ટારટિંગ. આ તો ટાઇટલ રિવ્યુ ! ખેલ તો હવે જુઓ, આહા એય, બગાસું ખાધું ! જુઓ તો જાણે કેવું મોટું માણહ ! ઓહો આરહ તો જો મયડે ! જો તો કેવો જોવે સે ! પેલાના સોકરા તો... કેટલા દિ આઇખું ન્હોતા ખોલતાં. હવે જો બાપા આ બધો કળજગનો પ્રતાપ !! લે બોલો, હવે એણે આંખ ખોલી સે, આંખ મારી નથી. તી' આમ એને કળજગની દુહાઈ દ્યો છો !

ત્યારનો જમાનો જુદો હતો હવે સમય બદલાયો છે, પણ ના, ગરહુલી કોણ પાહે ? મારા જેવી કોઈ ડહાપણ કરે કે ડોક્ટર સાહેબે ના પાડી છે કે જ્યાં સુધી માનું ધાવણ ન આવે ત્યાં સુધી એમણે લખી આપેલ લિકવિડ ડ્રોપરથી આપવાનું છે બીજું કાંઈ જ નહીં. ઇ તો ના પાડે , એનો તો ધંધો સે ! તો પસી ઈના દવાખાને આઈવા હુકામે ?

હજુ આગળ તો જોવો, નાઈડો ખરવાની બાબતથી લઇ ને છઠ્ઠી મુકવાનીને નામ પાડવાનીને મીઠા મોં કરાવવાની એટલી બધી ચર્ચા થાય કે નવજાત શિશુની કે એની માની કાળજી લેવામાં કચાશ રહી જાય ! અને પાછા બોલે ય ખરા, કે, આ સુવાવડનો ખાટલો હોય એટલે નવરા જ થાય ! પણ ક્યાંથી થાય શરૂઆતથી જ આખો જગન માઈન્ડો હોય ! વાહ વાહ !

હવે, આવનાર બાળકને છીંક આવે તો, એને ...આ સુંઘાડોને પેલું લગાડો ને.. અરે વાહ ! આપણે તો વગર ભઈણે બધાય ડોક્ટર ને ઇ યે વળી દોઢ ! વાહ રે !

હવે આ બચ્ચું મોટું થાય. પણ અત્યાચાર તો અટકે જ નહીં. માલીશ કરાવવું કે નહીં, કોની પાસે ને કયું તેલ ને કેટલી વાર ને કેવું ને આમતેમ કરીને બિચાળાને જંપ નો લેવા દયે ! હવે જે હોસ્પિટલે આવી ગયા ઇ બધાય ઘરે. ફરી વખત અને પછી બીજા બધા ય જુદા ઉપરિયામણ ! હા ભૈ હા ! લાગણી ને પ્રેમ છે તો આવે ! હરખ કરવા પણ, એમને એમ હરખ કરી ને જતાં થોડા ર્યે ? ઝબલાનું જે કાંઈ આપ્યું હોય તે કાઈ ખાઈ પીને વસુલ નથી કરવું, હવે ક્યાં કોઈને ખાવા પીવાની ત્રેવડ રહી છે ? વસૂલ કરશે. સલાહનું પોટલું ભરીને લઈ આઈવા સે ઇ ઠાલવશે ! વાહ રે !

તમે માનશો ? એ છી છી કે પી પી કરે ને તો એનું ય ડિસકસન કરે ! ઓછું કરે છે તો આ નો ઘસારો પાવ ! વધારે કરે છે, તો ફ્લાણું પાવ, કેવા કલર ના કરે ! હા સાચ્ચે ! કલર પર પણ આ સારું ને આ નહિ સારું ... એવું કાઈ કેટલુંય હાલે ! હું કહીશ તો તમને જમવાનું ય નહિ ભાવે !

હવે, આ બાળક હજી તો જરા મોટું થાય એટલે કઈ સ્કૂલમાં બેસાડવું, કઈ લાઈનમાં વધુ પૈસા મળશે, કોના કોચિંગ કલાસ કરશે ? અરે વાહ ! એને હજુ ડાયપરમાંથી બહાર તો આવવા દ્યો ! પ્લે હાઉસમાં તો જાવા દ્યો.

પછી તો, કોઈ આવે એટલે, દિકા ! આન્ટીને ફ્લાઈંગ કિસ આપો તો ! એમ કહી કહી ને દાદો પોતે કેટલી વાર ફ્લાઈગ કિસ આપશે બધાય ને ! વાહ રે ! આખું ઘર ફ્લાઈંગ કિસ આપતાં શીખી જાય ! (અને મોટો થઈ ને ભૂલેચૂકે ય પોતાના ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સ્કાર હોય આપણા ?)

પછી તો એને પ્રદર્શનની ચીજ બનાવશે ! સ્વીટુ, જીંગલ બેલ..

બોલો તો બેટા, અંકલને ટ્વિન્કલ ....ટ્વિન્કલ... સંભળાવ તો ! બા બા બ્લેક સીપ કર ... ! મશીન નથી તમારું ! કે નથી ચાવી ભરેલું રમકડું કે તમે બોલો એમ બોલે, ચાલે... એ બાળક છે, પોતાની દુનિયામાં મસ્ત રેવાદો ! પણ ના, શુ કામે સખ લેવા દયે ?

આ દુનિયામાં આપણે બધી ઉપાધિ લઈ ને ફરીએ છીએ એને તો બિનદાસ્ત જીવવા દ્યો ! પણ ના, પોતાના સપના પણ એનામાં જ પુરા કરવા !

બેટા, શુ બનીશ ? ડોક્ટર કે એન્જીનીયર ? પાયલોટ કે સાયન્ટિસ્ટ ? એને એક સારો માણસ તો સરખી રીતે બનવા દ્યો !અને અત્યારે એને યોગ્ય રીતે ઉછરવા તો દ્યો ! નકર અટાણે તમે એને સખ નથી લેવા દીધું ને ? તો એ પણ મોટો થઈ ને જો જો તમારું ય માથું ભાંગે એવું લોહી પીવાનો ! પછી બોલે, આ તો ક્યાં જનમનો બદલો સે ? વાહ રે ! આજ જનમનો છે !! જે વ્યાજ સહિત પાછું મળે છે !

નાના બાળકોને બોલતા આવડતું હોત તો કે'ત , "જે બનવું હશે એ બનીશ પણ અત્યારે મને ઉલ્લુ ન બનાવો ! "


Rate this content
Log in