Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

Rahul Makwana

Others

4.0  

Rahul Makwana

Others

ઊટી - ૯

ઊટી - ૯

9 mins
522


(અખિલેશ મુંબઈથી કોઈમ્બતુર જવા માટે સ્પાઇસજેટ ફલાઈટમાં બેસે છે અને ફલાઇટ 10: વાગ્યે ટેકઓફ થાય છે. જે ફલાઇટ દ્વારા અખિલેશ કોઈમ્બતુર પહોંચવાનો હતો. અમે ત્યાંથી કાર દ્વારા ઊટી પહોંચવાનો હતો. ફલાઈટમાં અખિલેશ ઘસઘસાટ ઊંઘી જાય છે.)


અખિલેશને ફલાઈટમાં એટલી ગાઢ ઊંઘ આવી જાય છે. અને જ્યારે તેની આંખો ખુલે છે. અને કાંડામાં પહેરલ ઘડિયાળમાં નજર કરે છે. તો સવારના નવ કલાકને દસ મિનિટ પર ઘડિયાળના કાંટા નજરે પડે છે. આથી અખિલેશ પોતાની સીટ પરથી ઉભો થઈને ફ્રેશ થવા માટે વોશરૂમ તરફ જાય છે. આખા દિવસનો એટલો બધો થાક લાગ્યો હતો. કે સવારના નવ કેમ વાગી ગયાં તે અખિલેશને ખ્યાલ જ ના રહ્યો.


થોડીવારમાં અખિલેશ ફ્રેશ થઈને પોતાની સીટ પર આવીને પાછો બેસી જાય છે. અખિલેશ આમ તો હોશિયાર હતો જ અને દીક્ષિતે સોંપેલ કામ કે જવાબદારી પણ પોતે સફળતાપૂર્વક અને કોઈપણ પ્રકારની ફરિયાદ વગર પાર પાડી શકવા માટે સક્ષમ હતો. પરંતુ આટલી મોટી જવાબદારી પોતાના ખભા પર પહેલીવાર આવેલ હોવાને લીધે. પોતે થોડોક ડર અને મૂંઝવણ અનુભવી રહ્યો હતો.


અખિલેશે પછી પોતાના મનને મનાવતા વિચાર્યું કે "રસ્તા પર ચાલતા કે કોઈ કામ વગર જ વ્યર્થ જ બેસેલા કોઈ વ્યક્તિને સફળતા કે નિષ્ફળતા મળવાની કંઈ ચિંતા હોતી નથી. જે લોકો કામ કરે તેને જ સફળતા કે નિષ્ફળતા મળવાની બીક કે ચિંતા હોય છે. પરંતુ જો નિષ્ફળતાને દૂર કરવી હોય તો આપણા દ્વારા કરવામાં આવતાં દરેક કામમાં પુરે-પૂરું સમર્પણ હોવું જરૂરી છે. તેમ છતાં જો નિષ્ફળતા મળશે તો તે કંઈક તો શીખડાવીને જ જશે. કે કઈ ખામી કે ક્ષતિને કારણે આપણે નિષ્ફળ થયાં.જે બીજા મોકા વખતે આપણાં માટે સફળ થવાનો રસ્તો વધારે સરળ બનાવી આપે છે." 


એટલીવારમાં ફલાઇટ કોઈમ્બતુર એરપોર્ટ પર લેન્ડ થઈ. સૌ કોઈ મુસાફરો ફલાઈટમાં જેટલી શાંતિથી બેસેલા હતાં. એટલી જ ઝડપથી એરપોર્ટમાંથી બહાર નીકળવા માટે ઉતાવળ કરવા લાગ્યાં. જાણે આજના સમયનો માણસ એક મશીન હોય તેવી રીતે પોતાના કાયમિક નક્કી શિડયુલમાં ફરી પાછા ફિટ થઈને. અને ફરી પાછો આ મેકેનિકલ દુનિયામાં વ્યસ્ત બની જવાનો હોય એવું લાગી રહ્યું હતું. કદાચ અખિલેશ પણ એમનો જ કોઈ એક વ્યક્તિ હોઈ શકે.


અખિલેશ પણ પોતાની બેગ લઈને. કાનમાંથી હેન્ડસ ફ્રી બહાર કાઢી. પોતાનું સૂટ સરખુ કરતાં-કરતાં ઉભો થયો. અને બધાં મુસાફરોની માફક એરપોર્ટની બહાર તરફ જવાની દિશામાં ચાલવા લાગ્યો. અખિલેશે એરપોર્ટની ટીકીટ બારી પાસે આવીને દીક્ષિતને કોલ કર્યો.

"હેલો ! ગુડ મોર્નિંગ… દીક્ષિત."

"વેરી ગુડ મોર્નિંગ ! અખિલેશ…!" - દીક્ષિતે જવાબ આપ્યો.

"પહોંચી ગયો કંપનીએ ?"

"હા ! ડિયર, ક્યારનો પહોંચી ગયો."

"કેમ ? ક્યારનો એટલે ?"

"હું આજે કંપનીમાં સવારનાં સાત વાગ્યાનો આવી ગયો છું."

"કેમ ! આટલું બધું વહેલું ? બધું બરાબર તો છે ને ?" - અખિલશે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"હા ! બધું બરાબર જ છે. એ તો આવતીકાલથી આર્યાની પરિક્ષાએ શરૂ થાય છે. તો મેં વિચાર્યું કે મારું જે કાંઈ પેન્ડિંગ વર્ક છે એ વહેલી તકે પૂરું કરી નાખું. તો હું આર્યાને શાંતિથી પૂરતો સમય આપી શકુ !" - દીક્ષિતે અખિલેશને સમજાવતા કહ્યું.


"ખુબ ! સરસ વિચાર્યું તે દીક્ષિત."

"એ બધું તો ઠીક છે. તું કોઈમ્બતુર પહોંચ્યો કે નહીં."

"હા ! બસ જો હાલ હું કોઈમ્બતુર એરપોર્ટ પર જ છું !"

"તો ! કેવી રહી સી.ઈ.ઓ સાહેબ તમારી જર્ની ?" - દીક્ષિતે મજાક કરતા પૂછ્યું.

"અરે ! યાર ! જર્નીની શું વાત કરું. આખા દિવસનો થાક જ એટલો બધો લાગ્યો હતો કે જર્ની ક્યારે શરૂ થઈ અને ક્યારે પુરી થઈ એ ખબર જ ના પડી."

"સરસ ! સાંભળ, ત્યાં આપણી કંપનીની કાર આવી ગયેલ છે. મારી હમણાં જ ડ્રાઈવર સાથે વાત થઈ. તે સી.સી.ઓ ઓફ ડિજિટેક કંપનીનું ટેગ લઈને ત્યાં જ ઉભો હશે."

"ઓકે ! થેન્ક યુ."

"ઓકે ! મારી કંઈ જરૂર જણાય તો કોલ કરજે મને. ચાલ બાય ટેક કેર.!"

"ઓકે ! બાય દીક્ષિત."


ત્યારબાદ અખિલેશે કોલ ડિસ્કનેક્ટ કર્યો. અને અખિલેશની નજરો પેલા ડ્રાઈવરને શોધવા માટે મથામણ કરવાં લાગી. એવામાં તેનું ધ્યાન એક ડ્રાઇવર પર પડ્યું. જેના હાથમાં એક ટેગબોર્ડ હતું જેમાં લખેલ હતું.."સી.ઈ.ઓ ઓફ ડિજિટેક કંપની" આથી અખિલેશ તે ડ્રાઇવર તરફ ઈશારો કરીને જણાવ્યું કે તેનાં હાથમાં જે નામનું ટેગબોર્ડ છે. પોતે જ તે વ્યક્તિ છે. આથી પેલો ડ્રાઇવર દોડીને અખિલેશની નજીક આવી ગયો. અને અખિલેશની ટ્રોલીબેગ અને બીજો સામાન ઊંચકી લીધો અને અખિલેશનું કોઈમ્બતુરમાં શાબ્દિક સ્વાગત કર્યું.


ત્યારબાદ અખિલેશ ડ્રાઇવરની પાછળ-પાછળ ચાલે છે. એરપોર્ટની બહાર નીકળીને પેલો ડ્રાઇવર પાર્કિગમાં રાખેલ કાર લેવા માટે જાય છે. અને થોડી જ વારમાં તે અખિલેશ જ્યાં ઉભો હતો. ત્યાં ઇનોવા કાર લઈને આવે છે. અને કારની ડેકી ખોલીને તેમાં સામાન મૂકે છે. અને કારનો દરવાજો ખોલીને અખિલેશને કહે છે..

"પ્લીઝ ! વેલકમ સર !"

"સ્યોર થેન્ક યુ." - આટલું બોલી અખિલેશ કારમાં બેસે છે.


કારમાં બેસતાંની સાથે અખિલેશ પોતાનું લેપટોપ સ્ટાર્ટ કરીને તેમાં સેવ કરેલ પ્રેઝન્ટેશન અને ઇવેન્ટનો એજન્ડા જોવામાં વ્યસ્ત થઈ જાય છે. લગભગ અડધી કે પોણી કલાક બાદ અખિલેશ પોતાનું લેપટોપમાં બંધ કરીને ફરિપાછું બેગમાં મૂકી દે છે.

એવાંમાં અખિલેશનું ધ્યાન રોડની આજુબાજુ જાય છે. આજુબાજુના દ્રશ્યો જોઈને અખિલેશ એકદમ આનંદિત થઈ જાય છે. એકદમ લીલુંછમ જંગલ, જંગલમાં કોઈપણ મનુષ્યની બીક કે ડર વગર મુક્તપણે વિચરતા વન્ય પ્રાણીઓ. વિવિધ પ્રકારનાં પક્ષીઓ અને તેનો સુમધુર ખિલખિલાટ સાંભળતા એવું લાગે કે કોઈ સંગીતકાર જાણે કર્ણપ્રિય સુર રેલાવી રહ્યો હોય. સૂરજના આછા - આછાં કિરણો જંગલની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતાં. મન મુકીને રસ્તાને અડકીને ખળ-ખળ કરીને વહેતી નદીઓ, વળાંકોથી ભરેલા અને ઉંચા-નીચા રસ્તાઓ. જાણે કાર રોડ પર નહીં પરંતુ કોઈ તોફાની દરિયામાં જેવી રીતે હોડી ઉપર-નીચે થાય. તેવી જ રીતે હાલ અખિલેશ જે કારમાં બેસેલ હતો. તે કાર ચડાવ -ઉતાર ભરેલા રસ્તાને કારણે હોડીની જેમ જ હાલક -ડોલક થતી હતી. જેનો અખિલેશને એક અનેરો આનંદ ઉઠાવી રહ્યો હતો. જાણે કોઈ બાળકને પ્રવાસમાં લઈ જઈએ અને તે જેવી રીતે આતુરતા અને ઉત્સુકતાથી જેવી બારીની બહાર જોવે. તેવી જ રીતે અખિલેશ પણ પોતાનો હોદ્દા કે પોતાનો રૂઆબ વગેરે ભૂલીને એક નાના બાળકની માફફ કારની બારીની બહાર ડોકિયા કરી રહ્યો હતો.


આથી અખિલેશે વિચાર્યું કે પોતે લેપટોપમાં જે હાલમાં એકાદ કલાક જેવો સમય વિતાવ્યો. તેના કરતાં જો તેણે કુદરતના આ સૌંદર્યને માણવામાં વિતાવ્યો હોત તો સારું થયું હોત. પરંતુ કોઈપણ વ્યક્તિ જેમ વીતી ગયેલા સમયને પાછો નથી લાવી શકતો. તેવી જ રીતે અખિલેશે પણ હતાશ થતા વિચાર્યું કે પોતે હાલ જે કુદરતી સૌંદર્યનાં દર્શન કરીને આનંદ અને સ્ફૂર્તિ અનુભવી રહ્યો હતો. તે પણ તેના માટે કોઈ લ્હાવાથી કાંઈ કમ ન હતું. જાણે આખો દિવસ કોમ્પ્યુટરોની વચ્ચે ઘેરાયેલા અખિલેશ એકાએક કોઈ અલગ દુનિયામાં આવી ગયો હોય તેવું અનુભવી રહ્યો હતો. તેને લાગ્યું કે જેવી રીતે આપણે આખો દિવસ મોબાઈલ વાપરીને રાત્રે આપણે તેને ચાર્જ કરીએ છીએ તેવી જ રીતે દરેક મનુષ્યે પણ પોતાની લાઇફમાં અમુક સમયાંતરે આવી કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યા કે હિલ સ્ટેશનની એકવાર અચૂક મુલાકાત લેવી જોઈએ. જેથી મોબાઈલ રૂપી આપણું શરીર કુદરતી સૌંદર્યથી ભરેલ નજારો કે દ્રશ્ય જોઈને તાજગી અને સ્ફૂર્તિથી ચાર્જ થઈ જાય.


"સાહેબ ! ઊટી પહેલીવાર આવો છો ?" - મૌન તોડતાં ડ્રાઇવર બોલ્યો.

"હા" 

"સાહેબ! જો તમે તમારી લાઈફમાં દેશ-વિદેશ ગમે ત્યાં. ગમે તેટલું ફર્યા હોઉં. પરંતુ જો ઊટી નથી ફર્યા તો તે બધું જ વ્યર્થ છે."

"એવું ? એવું તો શું ખાસ છે,, ઊટીમાં ?" - અખિલેશે નવાઈ સાથે ડ્રાઇવરને પ્રશ્ન પૂછ્યો.

"સાહેબ ! મારૂં નામ હનીફ છે. અને હું નાનો-મોટો પણ ઊટીમાં જ થયો. આમ કહો તો મારું બાળપણ, યુવાની ઊટીમાં જ વિત્યાં છે અને કદાચ ઘડપણ પણ ઊટીમાં જ પસાર થાય તો એમાં કાંઈ નવાઈ નહીં. હું ઊટીમાં ફરવા આવતાં ટુરિસ્ટોને આખું ઊટી ફેરવું છું (ઊટી સાઇટ સીન). મને હોટલ સન સિટીમાંથી કોલ આવ્યો હતો કે તારે ૭ તારીખે કોઈમ્બતુર મુંબઈની એક કંપની માલિક આવવાનાં છે. અને તારે તેને પીક-અપ કરવાં માટે એમનીજ કંપનીની કાર લઈને જવાનું છે. માટે તે દિવસ અને બાકીનાં દસ દિવસ કોઈ ટુર પ્લાન ના કરતો. આથી મેં આ દરમિયાન કોઈ ટુરનું બુકિંગ કરેલ નથી."

"ઓહ ! સરસ ! તો તું ઊટીની ગલીએ ગલીઓથી વાકેફ હોઇશ ને ?" - અખિલશેને રસ પડી રહ્યો હોય તેમ આતુરતાથી પૂછ્યું.

"હા ! સાહેબ ! તમે ઊટી જેટલું ફરો, જેટલું રોકાવ એટલો સમય ઓછો પડે તેવું છે. ઊટીમાં જોવા લાયક જગ્યાઓ જ એટલી બધી છે કે કલાકો. દિવસો. કે અઠવાડિયું ક્યાં પસાર થઈ જાય એ જ ખબર ના પડે. જેમાં ઘણાં બધાં સ્થળો જોવાલાયક અને માણવાલાયક છે જેમાં ખાસ કરીને ઊટી બોટનીકલ ગાર્ડન, ઊટી રોઝ ગાર્ડન, મુરુગન ટેમ્પલ, નિલિગીર માઉન્ટેન ટ્રેન (ટોય ટ્રેન) વેક્ષ મ્યુઝિયમ, પાયકાર લેક, એવેલેન્સ લેક, ઇમરલેન્ડ લેક, ઉપર ભવાની લેક, દોડાબેટા પીક (ડુંગર) કેટી વેલી વ્યુ, ટી મ્યુઝિયમ, બાગ અને ફેક્ટરી, સેઈન્ટ સ્ટેફન ચર્ચ, થન્ડર વર્ડ પાર્ક અને મ્યુઝિયમ. આ ઉપરાંત આવી ઘણી બધી જગ્યાઓ છે. સાહેબ એ બધાનું લિસ્ટ તો ખૂબ જ લાંબુ થાય એમ છે !" - હનીફ ઊટીના મોટાભાગના આકર્ષણો જણાવતા બોલ્યો.


 આ સાંભળીને અખિલેશે મનોમન આ બધાંમાંથી શક્ય હોય તેટલી જગ્યાની મુલાકાત લેવાનું વિચાર્યું હોય. તેવી રીતે હનીફને પૂછ્યું.

"આ બધાં જ સ્થળોની મુલાકાત કરવા માટે ઓછમાં ઓછા કેટલાં દિવસ થાય ?"

"સાહેબ ! જો તમારે ઊટીનાં મુખ્ય આકર્ષણો વ્યવસ્થિત જોવા હોય તો ઓછામાં ઓછા પાંચ દિવસ તો જોઈએ જ." - હનીફ સ્પષ્ટતા કરતાં બોલ્યો.

"અને હા, પેલી ટ્રેનનું શું નામ જણાવ્યું તમેં ?" - અખિલેશે ઉત્સાહપૂર્વક પૂછ્યું.

"સાહેબ ! નીલગીરી માઉન્ટેઈન ટ્રેન જેને ટોય ટ્રેન તરીકે પણ ઓળખવમાં આવે છે. આ ટ્રેન વર્ષો જૂની છે. જે અંગ્રેજ લોકોએ વિકસાવેલ હતી. જે નીલગીરી પર્વતમાળાઓની વચ્ચેથી પસાર થાય છે. તે તમને કુદરતી સૌંદર્ય કે કુદરતના ખોળે ફરવાનો આનંદ અપાવશે. જાણે તમે હવાઈ મુસાફરી કરતાં હો તેવો અનુભવ કરશો. જો તમે આખું ઊટી ફર્યા હોવ અને આ નીલગીરી માઉન્ટેઈન ટ્રેનની મુસાફરી ના કરી હોય. તો તમારી ટ્રીપ અધૂરી હોય તેવું લાગશે. એકવાર આ ટ્રેનમાં મુસાફરી કરવાનો લાહવો કે આનંદ મેળવવા જેવો છે !" - હનીફ વખાણ કરતા બોલ્યો.

"હા ! ચોક્કસ પણ હું પહેલા આ નીલગીરી માઉન્ટેઈન ટ્રેનની મુલાકાત તો ચોક્કસ લઈશ જ તે." - હનીફે કરેલા ટ્રેનના વખાણ સાંભળીને અખિલેશ મક્કમ મને બોલ્યો.


વાતો-વાતોમાં ક્યારે ઊટી આવી ગયું એ ખબર જ ના પડી. ત્યારબાદ હનીફે ઇનોવા કાર "ધ સીટી પેલેસ હોટેલ અને રિસોર્ટ"ની બહાર ઉભી રાખી. ત્યારબાદ અખિલેશનો સામાન ઉતારી. હનીફ કાર પાર્કિગમાં કાર પાર્ક કરવા માટે ગયો. અને થોડી જ વારમાં કાર પાર્ક કરીને અખિલેશ પાસે આવ્યો. ત્યારબાદ હનીફ અખિલેશને હોટલની અંદર લઈ જાય છે. અને રીસેપ્શન કાઉન્ટર બેસેલા રિસેપનીસસ્ટને અખિલેશની ઓળખાણ કરાવે છે. આથી રિસેપનીસસ્ટ અખિલેશ માટે અગાવથી બુકિંગ થયેલ ડીલક્ષ રૂમની ચાવી આપે છે. અને રૂમ સર્વિસ વાળા પ્યુન અખિલેશનો સામાન તેના રૂમમાં પહોંચાડે છે.


"સાહેબ ! આ મારૂં વિઝીટિંગ કાર્ડ છે. જેમાં મારો મોબાઈલ નંબર લખેલ છે. આજથી માંડીને આવતાં દસ દિવસ સુધી હું જ તમારો ડ્રાઇવર રહીશ. તમારે જ્યારે પણ હોટલ બહાર કે કોઈપણ જગ્યાએ કે સ્થળે જવાનું હોય ત્યારે મને કોલ કરજો હું દસ જ મિનિટમાં હાજર થઈ જઈશ !" - હનીફ પોતાનું વિઝીટિંગ કાર્ડ અને "ઊટી ધ ટુર ગાઈડ" નામની એક નાનકડી બુક (જેમાં ઊટી વિશેની બધી જ માહિતી હતી. જે હનીફ પોતાની કારમાં આવતાં બધાં ટુરિસ્ટોને વાંચવા માટે આપતો હતો) અખિલેશને આપતાં બોલ્યો.

"સરસ ! હનીફ ! મને તારી સાથે ફરવું ગમશે. એટલે કે મને તારો સ્વભાવ ગમ્યો માટે મને મજા આવશે."

"સારૂ ! સાહેબ ! હું હવે રજા લઉ તો ?"

"હા ! ચોક્કસપણ હું જ્યારે પણ ફ્રિ પડીશ ત્યારે હું તને ચોક્કસથી કોલ કરીશ."

"ચોક્કસ ! સાહેબ !" - આટલું બોલી હનીફ અખિલેશની રજા લઈને પોતાના ઘર તરફ જવા માટે રવાના થાય છે.


ત્યારબાદ અખિલેશ દીક્ષિતને કોલ કરીને હોટલ પર પ્હોંચી ગયાની જાણ કરી દે છે. ત્યારબાદ અખિલેશ બપોરનો લંચ ત્યાં હોટલ પર કરીને. પોતાના રૂમમાં જઈને થોડોક આરામ કરે છે. અને પછી જે જગ્યાએ (હોલમાં) પોતાની કંપનીની ઇવેન્ટ હતી. તેની તૈયારી જોવા માટે રાઉન્ડ લગાવવા જાય છે. જ્યાં તેની જ કંપનીના અન્ય કર્મચારી પણ મળે છે. જેમાં હાઉસ કિપિંગ કર્મચારીઓ પણ હતાં. જે લોકોએ ખુબજ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઇવેન્ટને અનુરૂપ હોલ ડેકોરેટ કરી નાખ્યો હતો. જેમાં બધી સુવિધાઓની પણ ગોઠવણી કરેલ હતી. આથી અખિલેશ એ બધાનાં કામથી ખુશ થઈને તે બધાનાં કામને પ્રસંશા કરીને બિરદાવે છે.

   

પછી અખિલેશ પોતાના રૂમમાં જાય છે અને ઘડિયાળમાં નજર કરે છે. ત્યારે સાંજના ૫ વાગ્યાં હતાં.

ક્રમશ :


Rate this content
Log in