ઉંબર
ઉંબર
અરે ભૈલા ઘરમાં પાંચ પાંચ કાર હતી તો પણ આજે ગરાજ ખાલી હતું ને બહાર જવું પણ ખૂબ જરૂરી હતું... અહીં હવે 'ઉબર' આસાનીથી મળી શકે છે. રીક્ષાની જેમ જ રાહ પણ ના જોવી પડે ને બધું ક્રેડિટકાર્ડ પર સરળતાથી પતી જાય ને તમે તમારા ડેસ્ટીનેશને પહોંચી જાઓ. હા, ચેતતા નર સદા સુખી તે પણ વાત સાચી. પણ અલી - ઉબર ડ્રાઈવર બોલ્યો ત્યારે એરપોર્ટ્ની રાહમાં એની જીવનકથની સાંભળવા મળી. સવારના પહોરમાં દુઃખી દુઃખી જીવનકથા... અરે ભૈલા હજી કોફી પણ નથી પીધી ને અડધી ઉંઘમાં તારી બી.એમ.ડબલ્યુ માં બેસવું પડ્યું છે. મજબૂરી છે કે એરપોર્ટ જઈએ પછી જ પ્લેન પકડાશે ને પછી તો વેકેશન શરૂ થાશે. હા, આપણા પ્રશ્નો કે વિકલ્પો આપણને જ બહુ મોટા લાગે ! શું કરવાનું રસ્તો કાઢ્યા સિવાય ? તેથી નક્કી કર્યુ કે ચૂપચાપ અલીની વાત સાંભળીએ. વાતની શરૂઆત તો હાય હલ્લોથી થયેલી ને ચહેરા ઉપરથી લાગે પણ નહીં કે તે લેબનીઝ હશે. લેબનોનમાં જાહોજહાલી વારસામાં મળેલી ને પોતે પણ ખૂબ હાર્ડ વર્ક કરીને નાની ઉંમરે ઘણું કમાઈ લીધેલું તે બધુ આટોપી ને લગ્ન કરી ને'સીયાટલ'માં આવેલો. ત્યાં પણ ભણતરના લીધે સારી આઈ. ટીની જોબ કરતો. ને સમય મળે ત્યારે ઉબર માટે પોતાની કાર વાપરતો ને પઈ પઈ ભેગા કરતો કેમ કે તેની પત્નીના શોખ જેથી પૂરા કરી શકે. આલિશાન બંગલો, ટોપ મોડલ કાર, કપડાં ધરેણાં થી માંડી શું ના દીધું તેને ?પણ એક દિવસ તે બોલી ઃ અલી મને તારામાં રૂચિ નથી રહી. તે તો અવાક બની તેને તાંકતો રહ્યો ઃ ' તું ઇન્ટરેસ્ટીંગ નથી બોરિંગ છે ! નથી તું ડ્રીંક કરતો સ્મોક કરતો કે પાર્ટી કરતો.આઈ એમ ફેડ અપ વીથ ધીસ કાઇન્ડ ઓફ બોરિંગ લાઇફ' છૂટાછેડામાં ઉદાર દિલના અલીએ ઘર પણ આપી દીધું પોતાની કાર લઈ ને શિકાગો આવ્યો પણ જોબ મળે તે પહેલા સેટલ થવા ઉબર નું કામ સ્વીકાર્યું ને હવે તે ફ્રી જીવાત્મા થઈને ફરે છે. સાચી વાત છે કે સારા બને તેને જ સહન કરવાનું છે... સમજુ બને તેને જ નમતું જોખવાનું છે.. પણ આ પછી પણ શાંતિ જો મળે તો લકી બાકી યાદ તો હંમેશ જલાવે ને સતાવે. ક્યારે એરપોર્ટ આવ્યું ને મોટી ટીપ હાથમાં જોઈ "શુક્રિયા શુક્રિયા" બોલતા... જતા અલી ને તાંકતી રહી જાત પણ પ્લેન કેચ કરવાનું હતું ને તો મનોમન પ્રભુને પ્રાર્થીને પાછુ વળીને એક વાર જોઈ લીધું... અલી ને તેની બી.એમ.ડબલ્યું ટ્રાફિકમાં ખોવાઈ ગયેલા.
