ટોપીવાળી મા
ટોપીવાળી મા
જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક શાળામાં 21 વર્ષથી એક શિક્ષક છે. આદર્શ અને ઉત્તમ શિક્ષક છે. નીવડેલા બાળસાહિત્યકાર છે. બાળકોને ગમી જાય તેવાં કાવ્યો, ગીતો અને વાર્તાઓ લખે છે. તેમનાં પુસ્તકોને ખૂબ ઈનામો મળેલાં છે. એ તો ઠીક છે, પરંતુ તેમને હજારો વિદ્યાર્થીઓનો પ્રેમ મળ્યો છે. એ મુખ્ય છે.
તેમણે પણ પોતાના અનુભવો વહેંચ્યા. એક ગરીબ વર્ગનો છોકરો ભણવા નહોતો આવતો. તરત કિરીટભાઈના ધ્યાનમાં આવ્યું એટલે તેમણે તેના મિત્રને પૂછ્યું. જાણકારી મળી કે, એ છોકરાની માતાનું અણધાર્યું મૃત્યુ થયું છે. કિરીટભાઈને ખૂબ દુઃખ થયું. એ છોકરાની પ્રતિક્ષા કરતા રહ્યા. રોજ યાદ કરે. દસેક દિવસ પછી તેઓ હાજરી પૂરતા હતા ત્યારે એ છોકરાનું નામ બોલ્યા. એ દિવસે યસ સર એવું સાંભળવા મળ્યું. એમણે માથું ઊંચું કરીને જોયું. છોકરો વર્ગમાં બેઠો હતો. હાજરી પૂરવાનું છોડીને તેઓ એ છોકરાને મળવા તેની પાટલી સુધી ગયા. કશું જ બોલ્યા વગર તેમણે એ છોકરાના માથા પર પ્રેમ અને મમતાથી ભરેલો હાથ મૂક્યો.
એ છોકરો ઊભો થયો અને કિરીટભાઈને વળગી પડ્યો. એટલું જ બોલ્યો... મમ્મી.
આ છે ઉત્તમ અને આદર્શ શિક્ષકની ભૂમિકા. બાય ધ વે, કિરીટભાઈ ગુજરાતમાં 'વિદ્યાર્થીઓની ટોપીવાળી મા' તરીકે પણ ઓળખાય છે.
કિરીટભાઈને મૂંઝવણ હતી કે, એક પુરૂષ શિક્ષક તરીકેનું એ વિદ્યાર્થીને કંઈ રીતે સાંત્વના આપીશ. જોકે, પ્રેમ બધી મૂંઝવણો દૂર કરે છે.
