ઠરશે કે ઠારશે ?
ઠરશે કે ઠારશે ?
1 min
370
મા
ઓ મા
આજે તો જમી લીધું.
શું કાલે પણ આ આગ
આપણા પેટની આગને ઠારશે ?
દીકરા
બાપુ તારા રાતપાળીમાં ગયા છે
ઠંડી છે
એ ઠરી ના જાય તો સારું
એ આવશે તો
પેટની આગ માટે
આવી આગ પાછી લાવશે.
મા
બાપુ આવશે ને ?
આ આગ મારે
સળગતી રાખવી પડશે
નહીં તો
એ આવશે 'ને
આપણે ઠરી ગયા હોઈશું.