ઠંડો ગભરાટ
ઠંડો ગભરાટ


"બેટા ભોલું અહીં આવીને તાપણાંમાં હાથ શેકી એને હાથ, પગ, મોઢા પર ફેરવ એટલે તારા ફાટેલા ગાલ સારા થઈ જાય અને ફરી હું ગાલને ખેંચવાની મજા માણી શકું." ભોલુંના પપ્પા એ સાંજે ફળિયામાં તાપણું કરીને ભોલુંને બોલાવતા કહ્યું.
ભોલું તો પુસ્તક લઈ તાપણાં જોડે બેસી ગયો. વાર્તા વાંચતો જાય અને તાપ પણ લેતો જાય. અચાનક ત્યાં એક ઠંડો હળવો પવનનો સુસવાટા આવ્યો, ને તાપણાંમાથી એક તણખો ભોલુંની બુક પર પડ્યો..અને બુકના પાનાને ખાવા લાગ્યો. ભોલુંએ બુકનો ઘા કરી દીધો. અચાનક આ બધું બની ગયું જોઈને ભોલુ અને એના પપ્પા ગભરાઈ જાય છે. ભોલું રાડારાડ કરી મુકે છે.
ત્યાં એની મમ્મી ઘરમાંથી પાણીની ડોલ ભરીને આવે છે. અને સળગતું તાપણું અને રાડારાડ કરતો ભોલુ બંને ઠરી જાય છે.