Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

ટેક્ષ

ટેક્ષ

1 min
208


લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીટીંગ યોજાઈ. પોતાનો પગાર વધારો, ભાડાં, ભથ્થા, પેન્શન વધારો કરવો જ જોઈએ, કોણે દીઠી કાલ ? પાંચ વર્ષ પછી ન ચૂટાયા તો ? માટે ઉસેડાય એટલું ઉસેડવા માંડો. એ માટે આવક વધારવા પ્રજા પર વેરા નાખો. અને બધા ચઢ્યા વિચારને ચકડોળે.

કયા વેરા નાંખવા જોઈએ ? કંઈ જ બાકી રાખ્યું નથી. ત્યાં જ એકને તુક્કો સુજ્યો. અલ્યા ભઈ, આ માણસ જન્મે ત્યારથી જીવે ત્યાં સુધી ઓક્સિજન મફતમાં લેય, નાંખો ટેક્ષ.વર્ષે માણસ દીઠ હજાર] રુપિયા ઓક્સિજન લેય એનાં ચુકવવાના, મફત બંધ. ત્યાં બીજાને તુક્કો સુજ્યો, કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢી પર્યાવરણ અશુધ્ધ કરે તેનાં શુધ્ધિ કરણનાં બીજા હજાર રુપિયા વાર્ષિક ટેક્ષ નાંખો.બધું જ કંઈ મફતમાં મળે ? એમાં એક કલમ ઉમેરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને એમનાં પરીવારને આજીવન માફી.એમને માટે મફત.

લૂંટો ભાઈ લૂંટો, કોના બાપની દિવાળી ?


Rate this content
Log in