ટેકનોલોજી
ટેકનોલોજી
મિત્રો, હાલમાં મનુષ્ય ચાંદ અને મંગળ ગ્રહ સુધી પહોંચી શક્યો છે, એ માત્રને માત્ર અતિ આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજીને લીધે જ શક્ય બન્યું છે !
આમ જોવા જાવ તો આખું, ગામ, શહેર, રાજ્ય, દેશ, કે આખે આખી દુનિયા અને ત્યાં રહેતાં બધાં જ લોકો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતાં થઈ ગયાં છે. નાનામાં નાના ટીવીનાં રિમોટથી માંડીને મોબાઈલ, લેપટોપ, પ્લેન વગેરે ટેકનોલોજીના જ ઉત્તમ ઉદાહરણ છે. હાલમાં દરેક વ્યક્તિની લાઈફમાં ટેકનોલોજી એટલી હદે વણાયેલ છે કે જેવી રીતે દૂધમાંથી સાકર અલગ કરવી !
હું પણ આ જ બધાં મનુષ્યોમાંથી જ એક છું, કે જે પોતાનાં અલગ - અલગ, નાનાથી માંડીને મોટામાં મોટા કામકાજ માટે અલગ - અલગ ઉપકરણોનો ઉપયોગ કરું જ છું, જેમકે બાઇક, લેપટોપ, મોબાઈલ, કાર, ટીવી, એ.સી, વોશિંગ મશીન, ઈસ્ત્રી, ગીઝર, માઇક્રોવેવ ઓવન,રેફ્રીઝરેટર વગેરે જેવાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરતો આવ્યો છું, કરું છું અને ભવિષ્યમાં પણ આનાથી પણ વધુ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીશ એમાં કોઈ શંકાને સ્થાન નથી. આમ મારી લાઈફમાં પણ અન્ય તમામ મનુષ્યોની માફક ટેકનોલોજીનું ખૂબ જ મહત્વ રહેલું છે..!
બીજી વસ્તુ કે હાલમાં પણ હું મારી અલગ - અલગ રચનાઓ મારા મોબાઈલમાં જ લખું છું...આ ઉપરાંત હાલમાં એન્ડ્રોઇડ માર્કેટમાં પણ એટલી બધી એપ્લિકેશનો રહેલી છે કે તેનાં આધારે આપણે વિવિધ પ્રકારનાં અઘરામાં અઘરા કર્યો પણ એકદમ સહેલાઈથી ચપટી વગાડતાં કરી નાખતાં હોઈએ છીએ. આ ઉપરાંત મેં મારી પ્રથમ નવલકથા "ધ ઊટી" જે એક સસ્પેન્સ, થ્રિલર અને હોરર પ્રેમ કથા હતી, તે આખે આખી નોવેલ મેં મારા મોબાઈલમાં જ લખી હતી. જેને મારા વાચક વર્ગ દ્વારા ખુબજ સુંદર આવકાર મળેલ હતો. આમ અલગ - અલગ ટેકનોલોજીનો મારા લેખન કાર્યમાં પણ સિંહ ફાળો રહે
લો છે.
આ ઉપરાંત જેવી રીતે સિક્કાની બે બાજુ હોય છે તેવી જ રીતે ટેકનોલોજીનાં પણ ફાયદા તો ઘણાં બધાં રહેલા છે જ તે પરંતુ તેની સાથો - સાથ ટેકનોલોજીનાં ઘણાં ગેરફાયદાઓ પણ રહેલાં છે, જેમકે જે જમાનામાં ટેકનોલોજી નહોતી એ જમાનામાં માણસોનું આયુષ્ય લાબું હતું, તેનું શરીર એકદમ મજબૂત અને ખડતલ હતું, બધાં સ્ફૂર્તિલા હતાં, એ લોકોનાં ખોરાક સારા હતાં, એ લોકોની તંદુરસ્તી સારી હતી, મોટા મોટા જીવલેણ રોગોનું કોઈ અસ્તિત્વ નહોતું. જ્યારે હાલમાં આટ - આટલી ટેકનોલોજીઓ અને સુવિધાઓ હોવા છતાંપણ લોકો મેદસ્વીતા, ડાયાબીટીસ, હૃદયરોગ, ડીપ્રેશન અને આ ઉપરાંત ઘણાબધાં જીવલેણ રોગોનો ભોગ બને છે.હાલમાં સારામાં સારી મેડિકલ સુવિધાઓ હોવા છતાંપણ હાલના મનુષ્યોની તંદુરસ્તી અગાવના જમાનાના માણસોની તંદુરસ્તી જેટલી નથી. હાલમાં મનુષ્યની સરેરાશ ઉમરમાં પણ ઘટાડો થયેલ છે અને જો તે લાબું જીવે તો રિબાઈને જીવવાનો વારો આવે એવું પણ બનતું હોય છે.
ટેકનોલોજીનાં ઉપર વર્ણવ્યા મુજબ ઘણાં બધાં ફાયદાઓ રહેલાં છે પરંતુ જો ટેકનોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ ના કરવામાં આવે તો તે નુકસાનકારક કે વિનાશ સર્જક પણ બની શકે છે. મોબાઇલની શોધથી આપણી લાઈફ ઘણીબધી સરળ બની ગઈ છે, પરંતુ એ જ મોબાઈલનો આજની યુવા પેઢી જેવી રીતે ઉપયોગ કરી રહી છે, જે તેને ગેરમાર્ગે દોરવી જાય છે..જેમકે હાલમાં 14 થી 15 વર્ષનાં નાના બાળકોને પણ તેનાં માતાપિતા મોબાઈલ અપાવતાં હોય છે પરંતુ જો તેને યોગ્ય માર્ગદર્શન આપવામાં કે દેખરેખ રાખવામાં ન આવે તો તે હાલમાં ઈન્ટરનેટ પર રહેલ લાખો, હજારો પોર્ન સાઇટ સર્ચ કરે છે, જે આજની યુવા પેઢીઓમાં હવસ, સેક્સ વિચારો વગેરેને ઉત્તેજિત કરે છે...જેનું પરિણામ આપણી માં, બહેન, દીકરી વગેરેને રેપ સ્વરૂપે ભોગવવુ પડે છે...!