તમાર મિત્ર સાથે એક દિવસ
તમાર મિત્ર સાથે એક દિવસ


અમારે નિશાળ છેાડે પચાસ વર્ષ પુરા થયા હતા એટલે અમે બધા મિત્રો ભેગા થયા હતા. અમે સવારે લગભગ છ વાગે ભેગા થવાનું હતું તે મુજબ અમે પચાસ મિત્રાે ભેગા થયા હતા. અમે બધા ભેગા થઈને સ્ટેચ્યુ ઓફ ધ યુનિટી જોવા ઉપડી ગયા. દરેકના મેા પર આનંદ ની જાણે હેલી ચઢી હતી. સૈાથી પહેલા ચા નાસ્તો કરી અમે સરદાર પટેલના સ્ટેચ્યુ સામે જાેતા જ સરદાર પટેલ સામે મસ્તક નમી ગયુ. જેટલી ઊંચાઈએ સરદાર પટેલ પહાેંચ્યાહતા. એની સામે આ ઊચાઈ ઘણી આેછી લાગે. એમની દેશસેવા ના બદલાે થાેડા અંશે આપણે ચૂકવી શક્યા એ આપણા માટે આનંદની વાત છે.
અમે બધા શાહી ટેન્ટ માં ગયા. થાેડીવારે અમે ફરીથી ભેગા થયા, ત્યારે દરેક જણ જુની યાદાે વાગાેળી રહ્યા હતા. એ દરમ્યાન કોઈ હાેશિયાર ન હતું કેાઈ ડફોળ. પહેલી પાટલીવાળા અને છેલ્લી પાટલીવાળા જાેડેજ બેસી ગયા હતા. ત્યા બાદ દરેક જણે પચાસ વરસમાં મેળવેલી સફળતાનુ વર્ણન કર્યું. નિશાળની જુની યાદાે,એ વખતે કરેલા તેાફાનાે યાદ કરી જાણે અમે અમારું નાનપણ પાછુ મેળવી લીધુ હતુ. પછી બધાએ નક્કી કર્યુ કે પહેલાની જેમ ઊભી ખાે રમીએ, લંગડી રમીએ પણ હવે કાેઈનામા પહેલા જેવી ચપળતા રહી ન હતી. બધા ખૂબ જલદીથી થાકી જતા હતા એક વખતનો હાેશિયાર ગણાતાે ખેલાડી પણ ઊમરના કારણે એની ચપળતા ગુમાવી બેઠાે હતો. છતાં મો પર હાસ્ય સાથે કહેેતાે હતો કે નિશાળમાં હમેશ જીતતાં હતા. આજે હારવાની પણ મજા માણી.
જુની યાદો આટલું સુખ આપતું હશે એવી અમે કલ્પના પણ કરી ન હતી. પછીતો અમે વેલી ઓફ ધ ફ્લાવર જાેયુ. ડાયનાસોરની જગ્યા જાેઈ પછી કેક્ટસ બાગ જાેયાે. પાછા ફરતી વખત તો જાણે અમારી ઉમરના પચાસ વરસ ઓછા થઇ ગયા હતા. અમે બધા બાળકો બની ગયા હતા. આનંદિત થઈ ચીસ પાડતા હતા. રાત્રે સાઉન્ડ એન્ડ લાઈટ શો જાેયો. છૂટા પડવાની તો કોઈની ઈચ્છા જ થઇ ન હતી. પરંતુ કહેવાય છે કે રસના છાંટણા હોય કુંડાના હોય. અમે છૂટા પડ્યા ત્યારે કેટકેટલા સ્મરણાે સાથે છૂટા પડ્યા. ફરીથી મળવાના વાયદાઓ આપી અમે છૂટા પડ્યા.