STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

સ્વપ્ન

સ્વપ્ન

1 min
14.1K


બા, આજે તારી મહેનત, ત્યાગ અને સંઘર્ષ ફળ્યા. બી.એડ.માં હું ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ. હવે એક સરસ નોકરી મળી જાય બસ! તારો દીકરો બની હું તારી સેવા કરીશ. તું આરામથી રાણીની જેમ જીવન વિતાવે એજ મારુ સ્વપ્ન.
 
ધ્યેયયુક્ત વિચારો સાથે ઉતાવળે પગલે એ ઘરમાં પ્રવેશી.
 
ખુશીના સમાચારથી વયોવૃદ્ધ આંખો ભીંજાય. "જા દીવો પ્રગટાવી લે " પોતાના મૃત દીકરાની તસ્વીર આગળ દીવો કરતી વિધવા વહુને જોઈ એ વિચારી રહ્યા. આજે મારી દીકરી પગ ઉપર ઉભી થઈ ગઈ. બસ હવે એના જીવનનો પ્રેમ પણ એને મળી જાય એજ મારું સ્વપ્ન!
 
 
 
 
 
 
 
 


સામગ્રીને રેટ આપો
લોગિન