Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

સ્વચ્છતા

સ્વચ્છતા

1 min
13.9K


"સ્ટ્રીટ ફૂડ નો વે!"

"લારી પરનું જમણ અસ્વચ્છ અને અસ્વસ્થ!"

"ગંદકી થી ભરપૂર.."

"છી હું તો અડકું જ નહીં!"

શહેરની પ્રતિષ્ઠિત હોટેલના ટેબલ પર ભોજનની રાહ જોતી મહિલાઓ ચર્ચામાં વ્યસ્ત હતી. એ જ સમયે હોટેલના રસોડામાં સ્ટાર્ટરની થાળી વેટરના હાથમાંથી સરી પડી. બધા જ સ્પ્રીંગરોલ જમીન પર વિખરાયા. કેટલાક ગબડીને કચરાના થેલાને અડક્યા. મેનેજરની ગેરહાજરીનો લાભ ઉઠાવી ઝડપથી એણે બધાજ રોલ વીણી થાળીમાં ફરીથી ગોઠવી દીધા. બહાર જઈ એણે ભોજનની રાહ જોતી મહિલાઓ ને થાળી પરોસી: "એન્જોય યૉર મીલ.."

ગરમાગરમ સ્પ્રિંગ રોલ મોમાં જતાં જ મહિલાઓ હરખાય: "હમમમ યમ્મી!!"


Rate this content
Log in