Manishaben Jadav

Children Stories

4.8  

Manishaben Jadav

Children Stories

સ્વચ્છતા ત્યાં પ્રભુતા

સ્વચ્છતા ત્યાં પ્રભુતા

1 min
207


મોરભાઈ અને ચકીબેન સવારમાં સ્નાન કરી તૈયાર થઈ શાળાએ જવા નીકળ્યા. રસ્તામાં એમને કાગડાભાઈ મળ્યા.

કાગડાભાઈ એ પૂછ્યું," અરે મોરભાઈ ચકીબેન તમે સવારમાં એટલા સરસ તૈયાર થઈ ક્યાં ચાલ્યા ? મને પણ લેતા જાવને મારે આવવું છે."

કાબરબેન કહે," અમે તો બંને તૈયાર થઈને શાળાએ જઈએ છીએ. તને અમે સાથે નહિ લઈ જઈએ."

કાગડાભાઈએ પૂછ્યું, " કેમ, મારે પણ ભણવું છે. મને પણ હોશિયાર થવું છે.

 કાબરબેન કહે, તમારી ચાંચ તો જોવ કેવી ગંદી છે ? નિશાળે સાહેબે કિધું છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. શાળાએ જવા માટે સ્નાન કરી તૈયાર થઈ શાળાએ જવાનું. જો આપણે સ્વચ્છતા ન રાખીએ તો બિમાર પડીએ. આપણી બિમારીથી બીજાને ચેપ લાગે.

કાગડાભાઈ કહે, હા વાત તો સાચી છે, તમારી. હવેથી હું પણ રોજ સ્વચ્છતા રાખીશ અને નિશાળે આવીશ.

" સ્વચ્છતા રાખીએ સ્વચ્છતા રાખીએ, બિમારીને દૂર ભગાડવા આપણે સૌ સ્વચ્છતા રાખીએ."


Rate this content
Log in