Shobha Mistry

Others

3  

Shobha Mistry

Others

સુખનો સૂરજ

સુખનો સૂરજ

2 mins
140


રામુકાકા આજે વહેલી સવારથી ખેતરમાં પોતાના સાથી એવા બળદો અને પાંચાને લઈને કામે લાગી ગયાં હતાં. ગઈ કાલ રાત્રે વાદળો ખૂબ ગગડ્યા હતાં. હવે ગમે ત્યારે મેઘો વરસશે એવું લાગતું હતું. પાંચો એમનો કાયમનો સાથી. રામુકાકા બોલાવે એટલે એ આવ્યો જ સમજવું. એની ઘરવાળી રાધાએ સરસ મજાના બે રોટલા, કાંદા અને આથેલાં મરચાં ભરી દીધાં'તાં. 

રામુકાકા સાથે ખેતર ખેડીને થાકેલા પાંચાએ ભાતું છોડ્યું. રામુકાકાએ બળદને ઝાડ નીચે બાંધી એમને નિરણ નાંખ્યું. એટલીવારમાં રામુકાકાની છોડી ચંપા ભાતું લઈને આવી. ગંગાબાએ સરસ મજાનું રીંગણનું તેલથી લચપચતું શાક, થાળી જેવાં બે મોટા જુવારના રોટલા, ઘરનું સફેદ દૂધ જેવું માખણ અને છાશની દોણી મોકલી હતી. ચંપા, પાંચો અને રામુકાકા હારે જમવા બેઠાં. જમીને તાજી છાશ પી ઘડીક ઝાડ નીચે આરામ કરી ચંપા ઘરે ગઈ અને રામુકાકા પાંચા હારે ખેતરમાં બિયારણ રોપવા લાગ્યા. એઈને ઢૂકડી પડે સાંજ. આખા ખેતરમાં બિયારણ રોપાઈ ગયું એટલે રામુકાકા, બળદો અને પાંચાએ હાશકારો અનુભવ્યો. આકાશ સામે જોઈ બે હાથ જોડી ભગવાનને વિનંતી કરી, "મારા વહાલા, અમે અમારું કામ પૂરું કર્યું. હવે તારા ભરોસે છોડ્યું છે. મારા બાપ મહેર કરજે."

રામુકાકા સહિત બધાં ધરતીપુત્રોની અરજ જાણે ભગવાને સાંભળી હોય તેમ તે જ રાતથી વરસાદની શરૂઆત થઈ ગઈ. સૌએ રાહતનો શ્વાસ લીધો. જોતજોતામાં ત્રણ ચાર મહિના વિતી ગયાં અને સૌના માટે જાણે સુખનો સૂરજ ઊગ્યો. બધાંના ખેતરોમાં લીલોછમ મોલ લહેરાવા લાગ્યો. સૌએ ભગવાનનો પાડ માન્યો. હવે કરવા ધારેલાં બધાં કામ પૂરાં થશે. એવી હૈયાધારણ સૌને બંધાઈ ગઈ.


Rate this content
Log in